મુંબઇના યુવાને મોરબીના મોલના બેન્ક્વેટ હોલના ભાડાની રકમ ખાતામાં જમા કરવાનું કહેતાં આ યુવાન પણ મુંબઇની પેઢીમાં ભાગીદાર હોઇ, આ ભાગીદારોએ ખાતામાં રકમ જમા કરાવવાની ના પાડી દીધી હતી અને યુવાન સાથે 1.93 લાખની છેતરપિંડી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને મુંબઇના યુવાને મોરબીમાં બે મહિલા સહિતના ભાગીદારો સામે ફરિયાદ નોંધાવી છે.
મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં રહેતા ધવલભાઇ મુકેશભાઇ મહેતા નામની વ્યક્તિ જય ડેવલોપર્સની પેઢીમાં ભાગીદાર હોય આ પેઢીમાં આરોપી મંજુલાબેન રજનીકાંતભાઇ મહેતા, હેતલબેન રજનીકાંત શાહ પણ જય ડેવલોપર્સમાં ભાગીદાર હતા. તેઓ આ પેઢીના કુલમુખત્યારના વહીવટી કામથી સહમત ન હોય જેથી હેતલબેન તેમજ મંજુલાબેને રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા હનીશભાઇ અજયભાઇ શાહ સાથે મળી મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલના બેંકવેટ હોલના ભાડાની રકમના રૂપીયા 1,93,605 જેટલી રકમ અલગ અલગ પાર્ટી પાસેથી મેળવી લીધી હતી.
બાદમાં આરોપી રજનીકાંતના કહેવાથી નિલેશભાઇ વોરા તથા પંકજભાઇ દવે મારફતે બેંકવેટ હોલના બુકીંગના નાણા આરોપીઓએ ભાગીદારી પેઢી યુનિક ફુડ ક્રાફટ એલ.એલ.પી.ના ખાતા નંબર 59209820953એચ.ડી.એફ.સી. બેંક મુંબઇમાં તથા કોસ્મોસ બેંકના યુનિક ફ્રુડ ક્રાફટ એલ.એલ.પી. પેઢીના બેંક એકાઉન્ટ નંબર 08310011002141 મોરબીમાં જમા કરાવડાવી ફરીયાદીએ આ રકમ જય ડેવલોપર્સની પેઢીમાં ટ્રાન્સફર કરી જમા કરાવવા અવાર નવાર કહેવા છતાં આ કામના આરોપીઓએ આ ભાડાની રકમ માંગવાનુ ભુલી જજો. અને હવે પછી જો આ રૂપીયાની માંગણી કરશો તો સારવટ રહેશે નહી.
તેમ કહી ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી આ કામના આરોપીઓએ જય ડેવલોપર્સ પેઢીને આપવાની ભાડાની રકમ ઓળવી જઇ ફરિયાદી તથા અન્ય ભાગીદારો સાથે વિશ્વાસઘાત કરી તેમજ ધાક ધમકી આપી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.