તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:મોરબી જિલ્લાની ત્રણ પાલિકામાં 104 બેઠક માટે 1,90,794 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

મોરબી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સૌથી વધુ મોરબી પાલિકામાં 1,50,653 મતદાર
 • ત્રણ પાલિકામાં 99,200 પુરુષ મતદાર સામે 91,594 સ્ત્રી મતદારોની નોંધણી

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. તમામ સ્વરાજ્ય સંસ્થાઓના ઉમેદવારોનું ચિત્ર પણ હવે સ્પષ્ટ થઈ ગયું છે.બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદારોની સંખ્યા મુજબ મતદાર યાદીની કાપલીઓ તૈયાર કરી રહ્યું છે. બીજી તરફ આ સમગ્ર કસરતના કેન્દ્રમાં રહેલા મતદારો કોને મત આપવા કયા ઉમેદવાર કેટલો સાચો છે અને ક્યો ખોટો તેની ચકાસણીમાં લાગી રહ્યો છે.હવે પણ પોતાના પસંદગીના ઉમેદવારને ચૂંટતા પહેલા તેની બેકગ્રાઉન્ડ સ્થિતિ ચકાસી રહ્યા છે.

ગત ચૂંટણીમાં જે ઉમેદવાર વિજેતા બન્યો હતો તો તેને શું કામગીરી કરી, કેટલી કામગીરી માં માત્ર વચનો જ રહ્યા તે જાણે છે તેનો ક્યાસ કાઢી રહ્યો છે. મોરબી જિલ્લામાં આ વખતે 3 નગરપાલિકા 5 તાલૂકા પંચાયત અને જિલ્લા પંચાયતનું આગામી 28મીના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે મોરબી જિલ્લામાં સૌથી વધુ નજર ત્રણ નગરપાલિકામા રહેશે, જેમાં મોરબી પાલિકાની ચૂંટણી રસપ્રદ રહેશે.

મોરબી જિલ્લામાં આ ત્રણેય પાલિકામાં મતદારોને સ્થિતિ જોઈએ તો કુલ 1,90,794 મતદારો નોંધાયેલા છે. જેમાં સૌથી વધુ મોરબી પાલિકામાં 1,50,653 વાંકાનેરમાં 30,113,જ્યારે માળીયા 10,028 મતદાર નોંધાયા છે.જેન્ડર મુજબ જોઈએ તો 99,200 પુરુષ મતદાર સામે 91,594 સ્ત્રી મતદારો નોધાયા હતા.

પાલિકાની મતદારયાદીમાંથી શનાળા, અમરેલી ગ્રામ પંચાયતના મતદાર બાકાત, 2017માં જ ફરી ગ્રામ પંચાયત ફાળવી દેવાઇ
મોરબી નગરપાલિકાની 2015ની ચૂંટણી વખતે અમરેલી ગ્રામ પંચાયત અને શનાળા ગ્રામ પંચાયતને પાલિકા વિસ્તારમાં ભેળવવામાં આવ્યા હતા. જો કે મતદારોને પાલિકા વિસ્તાર માફક ન આવતા ફરીથી ગ્રામ પંચાયત આપવા માંગણી કરી હતી અને પાલિકા ચૂંટણી, 2017 વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી વખતે મતદાન બહિષ્કાર કર્યા હતો. જે બાદ ફરીથી ગ્રામ પંચાયત આપી દેતા અંદાજીત 5000થી વધુ મતદારોને મતદારયાદીમાં બાકાત કરી દેવાયા હતા.

ત્રણેય પાલિકામાં 5 વર્ષમાં 14,579 મતદાર વધ્યા
મોરબી જિલ્લાની મહત્વની ત્રણ નગરપાલિકામાં 2015માં કુલ1,76,215 મતદારો નોંધાયેલ હતા જે 2021માં વધીને 1,90,794 મતદારો થયા છે. આમ 5 વર્ષમાં કુલ 14,579 મતદારો વધ્યા છે.નગરપાલિકા મુજબ જોઈએ તો મોરબી પાલિકામાં 5 વર્ષ દરમિયાન 10,726,વાંકાનેર પાલિકામાં 304 જ્યારે માળીયામાં 807 મતદારમાં વધારો નોંધાયો હતો.

મોરબી નગરપાલિકામાં ગત ચૂંટણીમાં કોંગ્રેસને મળી હતી સ્પષ્ટ બહુમતી
મોરબી પાલિકાની 13 વોર્ડની 72 બેઠકમાંથી કોંગ્રેસે 32 પર અને ભાજપે 20 સીટ પર કબજો જમાવ્યો હતો અને કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી ગઇ હતી. જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ પંજાએ કમળનું નામો નિશાન રહેવા દીધું ન હતું. પાટીદાર શાસીત વોર્ડમાં ભાજપનો રકાશ થયો હતો. જે-તે સમયે અસંતુષ્ટ કોંગ્રેસી આગેવાનોએ માત્ર સત્તા હાંસલ કરવા માટે અલગ નાગરીક સમિતિનું ગઠન કરી બાદમાં ભાજપ સાથે સાંઠગાંઠ ચલાવી શાસન મેળવ્યું હતું. જોવાનું એ રહે છે કે, આ વખતની ચૂંટણીમાં ક્યા પક્ષનું ક્યું કાર્ડ ચાલી જાય છે અને મતદારોનો ઝુકાવ કઇ તરફ ઢળે છે.

માળિયા મિયાણા પાલિકા વોર્ડ મુજબ મતદાર

ક્રમવોર્ડપુરુષસ્ત્રીકુલ
1વોર્ડ 1150113752876
2વોર્ડ 25654801045
3વોર્ડ 35784811059
4વોર્ડ 47176631380
5વોર્ડ 55614811042
6વોર્ડ -6132013062626
કુલ5242478610,028

મોરબીમાં વોર્ડ વાઇઝ મતદારોની સંખ્યા

ક્રમવોર્ડપુરુષમહિલાકુલ
1વોર્ડ 15752519410946
2વોર્ડ 2494442569200
3વોર્ડ 36556600812564
4વોર્ડ 46274583912113
5વોર્ડ 56050580211852
6વોર્ડ 65318491310231
7વોર્ડ 76078596412042
8વોર્ડ 86437616112598
9વોર્ડ 96359607912,438
10વોર્ડ 106331584712178
11વોર્ડ 11531545259840
12વોર્ડ 127395680414199
13વોર્ડ 135522493010452
કુલ78,33172,3221,50,653

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક પર નોંધાયા છે 5,24,555 મતદારો

ક્રમબેઠકપુરુષસ્ત્રીકુલ
1આમરણ10538976620304
2બગથળા116061097222578
3ચંદ્રપુર117921112322915
4ચરાડવા127471138024127
5ઢુવા10208923519443
6ઘનશ્યામપુર10825980620631
7ઘુંટુ132021207225274
8જેત૫ર131441235725,501
9ખાખરેચી130051165024655
10લજાઇ109201052521445
11મહેન્દ્રનગર134691228025749
12મહિકા124441139323837
13માથક9,7898,20817997
14મોટા દહીસરા137031216725870
15ઓટાળા108881046521353
16રાજાવડલા113841072622110
17રાતીદેવળી124801187624356
18રવાપરા129541214025094
19સાપકડા10501959320094
20શકત શનાળા123591156123920
21ટંકારા128571240225259
22ટીકર(રણ)10517965820175
23તિથવા1100510,86321,868
24ત્રાજ૫ર9006800617012
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો