લોકાર્પણ:મોરબીની પ્રસિદ્ધ રામબાઈમાની જગ્યામાં 17મીએ ભવ્ય પાટોત્સવ

મોરબી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએમ પટેલ અને સી.આર.પાટીલની હાજરીની સંભાવના
  • સત્સંગ હોલ,ગૌશાળા,ભોજનાલય સહિતનું પણ ઉદઘાટન થશે

મોરબી જિલ્લાની પ્રસિદ્ધ વવાણિયા ગામ ખાતે રામબાઈમાંની જગ્યામાં તા 17ના પાટોત્સવનું આયોજન કર્યું છે.માતાજીના પાટોત્સવ સાથે સાથે નવ નિર્મિત ભોજનાલય, સભાખંડ અને ગૌશાળાનું ઉદઘાટન સમારોહનું આયોજન કરાયું છે. આ સભામાં સીએમ ભુપેન્દ્ર પટેલ તેમજ પાટીલ પણ હાજરી આપશે તેવી સંભાવના છે. અને રામ બાઈ જગ્યા ખાતે રૂ ૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ભોજનાલય તેમજ સભાખંડ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે.

ઉપરાંત રામબાઈ જગ્યા ટ્રસ્ટ દ્વારા નવ નિર્મિત અતિથી ભવન 1નું મંત્રી મેરજા જયારે અતિથી ભવન 2નું પૂર્વ મંત્રી અને આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાના હસ્તે તેમજ ગૌશાળાનું લોકાર્પણ રામબાઈ ટ્રસ્ટના ખજાનચી મેણંદભાઈ ડાંગરના હસ્તે લોકાર્પણ કરાશે. સાંસદ કુંડારિયા,પુનમબેન માડમ તેમજ રાજકોટ મેયર પ્રદીપભાઈ દવ સહિતના અનેક આગેવાનો ભાવિક ભક્તો હાજર રહેશે.

સમારોહ તા ૧૭ ના રોજ સવારે ૯:30 વાગ્યે યોજાશે.આ પહેલા સવારે 7:30 કલાકે વાસ્તુયજ્ઞ,વ્યક્તિ વિશેષ સન્માન તથા અનુદાન આપનાર ભાવિકોનું સન્માન સવારે 11 કલાકે કરવામાં આવશે.બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ,બપોરે 12:15 કલાકે વસ્તુ યજ્ઞ પુર્ણાહુતી આરતી,સાંસ્કૃતિક કાર્યક્રમ સવારે 9:30 કલાક થી 3:30 કલાક સુધી યોજાશે.

જેમાં ગાયક કલાકાર વિજયભાઈ હુંબલ, ગીગાભાઇ આહિર, મનીષભાઈ આહિર, સોનલબેન આહિર તથા નીતાબેન કાપડી હાજર રહેશે. સંધ્યા આરતી સાંજે 6:30 કલાકે અને સંધ્યા પ્રસાદ સાંજે 7 કલાકે રખાયો છે.તેમજ સાંજે 10 કલાકે માયાભાઇ આહીર, બાબુભાઇ આહીર અને અપેક્ષાબેન પંડ્યાની વાણીમાં ભજન સંતવાણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...