તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળા બંધ શિક્ષણ શરૂ:મોરબી જિલ્લાના 1.60 લાખ વિદ્યાર્થી ઓનલાઇન ભણશે

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રાથમિક શાળાના 1.25 લાખ અને માધ્યમિકના 35 હજાર વિદ્યાર્થીનો અભ્યાસનો પ્રારંભ

કોરોનાની બીજી લહેર કાબુમાં આવી જતા રાજયમાં ફરી પરિસ્થિતિ થાળે પડી રહ્યું હોય તેમ લાગે છે. રાજય સરકાર દ્વારા લગાવેલ પ્રતિબંધ દૂર કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ પણ અનેક પ્રતિબંધ લાગુ રાખવામાં આવ્યા છે. જેમાં ઓફલાઈન શિક્ષણને બદલે ઓનલાઈન શિક્ષણ સાથે આજથી નવું શિક્ષણ સત્ર શરૂ થયું છે.

મોરબીમા આજથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ શરૂ થયું છે.માસ પ્રમોશન બાદ હાલ ધોરણ 10 અને 12ના છાત્રોના પરિણામ જાહેર થયા બાદ હજુ માર્કશીટ ન આવવાને કારણે ધોરણ 11 અને કોલેજના અભ્યાસ ક્રમ શરૂ થયો નથી.મોરબીમાં માધ્યમિક શાળામાં 35961 છાત્રો અને પ્રાથમિક શાળાના સવા લાખથી વધુ બાળકોના આજથી ઓનલાઇન અભ્યાસ શરૂ થઈ રહ્યો છે. સરકારી પ્રાથમિક શાળાઓના છાત્રોને સમયસર અભાયાસ શરૂ થઈ શકે તે માટે આ માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પુસ્તકો પણ પુરા પાડવાની કામગીરી ચાલી રહી છે.

અને જિલ્લામાં પ્રાથમિક શાળાના કુલ જરૂરિયાત મુજબના પુસ્તકના 91 ટકા પાઠ્ય પુસ્તકો આવી ચુક્યા છે અને તેનું શાળાઓમાં વિતરણ શરૂ થઇ ચુક્યું છે.સોમવારથી જિલ્લામાં શાળાઓમાં છાત્રોની ગુંજ ન સાંભળાઈ પણ છાત્રોએ ઘરેથી અભ્યાસના શ્રી ગણેશ આરંભી દીધા છે. હવે આ ઓનલાઇન કયા સુધી રહેશે તેમજ શાળાઓ ક્યારે ફરી ગુંજતી થશે તે અંગે સવાલ છે.

મોરબીમાં પાઠ્ય પુસ્તકો પૂરા પાડવાની કામગીરી ચાલી રહી છે
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ઘરેથી અભ્યાસ કરી શકે તે માટે પાઠ્યપુસ્તક પહોંચાડ્યા છે. 91 ટકા પુસ્તક અપાઇ ગયા છે અને બાકીના ઘટતા પુસ્તકો અંગે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કર્યો છે. જિલ્લામાં બાળકો વહેલી તકે શિક્ષણ શરૂ કરી શકે તે માટે શિક્ષકોને પણ ઓનલાઈન કલાસમાં સમયાંતરે જરૂરી માર્ગદર્શન અપાશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ સોલંકીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...