તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મોરબી જિલ્લામાં 16 કેસ પોઝિટિવ, એક દર્દીનું મોત

મોરબી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયે તંત્રે મોતની વિગત જાહેર કરી

દિવાળી પર્વ બાદ રાજ્યભરમાં કોરોના સંક્રમણની બીજી વેવ ખૂબ ઝડપથી લોકોને કોરોનાથી સંક્રમિત કરી રહ્યા છે. ત્યારે.મોરબી જિલ્લામાં પણ સ્થિતિ વકરી રહી છે. રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં 882 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 16 દર્દીના કોરોના પોઝિટીવ આવ્યા છે. આ 16 કેસ માંથી મોરબી શહેરમાં 10,ગ્રામ્યમાં 3, વાંકાનેર શહેરમાં 2 અને હળવદ ગ્રામ્યમાં એક કેસ પોઝિટિવ જાહેર કરાયો છે.રવિવારે આવેલ નવા કેસ મળી જિલ્લામાં હવે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2658 પર પહોંચી ચુકી છે. બીજી તરફ રવિવારે મોરબી શહેરના 6 અને હળવદમાં 5 મળી કુલ 11 દર્દીઓને આરોગ્ય તંત્ર દ્વારા સ્વસ્થ જાહેર કર્યા હતા. તંત્ર દ્વારા ઓગસ્ટ મહિના બાદ હવે વધુ એક દર્દીનું મોત થયું હોવાનું સત્તાવાર સ્વીકાર કર્યો હતો. વાંકાનેર ના દર્દી મળી જિલ્લામાં કુલ મોતનો આંકડો 18 પર પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...