લમ્પી કહેર:મોરબીની મયૂર ડેરીની દૂધની આવકમાં દૈનિક 15,000 લિટરનો ઘટાડો

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લમ્પીના લીધે પશુઓના દૂધ ઉત્પાદન પર અસર: સપ્તાહમાં આવક 1.25 લિટરથી ઘટી 1.10 લાખ લિટર થઇ
  • 296 મંડળીના 26,037 પશુપાલક જોડાયેલા છે, જે પશુઓને આંશિક અસર છે તેમનામાં હજુ અશક્તિ દેખાતાં દૂધનું પ્રમાણ ઘટ્યું

રાજ્યભરમાં લમ્પી વાયરસે પશુઓ પર જાણે રીતસરનો કહેર મચાવ્યો હોય તેમ દિન પ્રતિદિન લમ્પી વાયરસનો શિકાર થતા પશુઓની સંખ્યા વધી રહી છે તેમાંથી અનેક પશુઓ મોતને ભેટી ચૂક્યા છે, બીજી તરફ જે પશુઓ એક વાયરસની ચપેટમાં આવ્યા બાદ સ્વસ્થ થયા છે તેમાં પણ હજુ અશક્તિ જોવા મળી રહી છે પશુઓનો ખોરાક ખૂબ ઓછો છે જેની સીધી અસર દૂધ ઉત્પાદન પર થઈ રહી છે.

વાયરસનો શિકાર થયા બાદ દૂધ ઉત્પાદનમાં ઘટાડો
મોરબી જિલ્લાની મયુર ડેરીમાં લમ્પી વાયરસ પહેલા 1.25 લાખ લીટરથી પણ વધુ માત્રામાં દૂધ ઉત્પાદન થતું હતું જોકે વાયરસનો શિકાર થયા બાદ દૂધ ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે.અને આજની સ્થિતિ એ ડેરીમાં 1.10 લાખ લીટર જ દૂધની આવક થઈ રહી છે અને દૈનિક 15 હજાર લિટરની ઘટ જોવા મળી રહી છે.

દરરોજ હજારોની સંખ્યામાં પશુઓ આ વાયરસનો શિકાર
મોરબી સહિત રાજ્યભરમાં લમ્પી વાયરસે રીતસરનો કહેર મચાવ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં પશુઓ આ વાયરસનો શિકાર થઈ રહ્યા છે. ક્યા વાયરસને પગલે આજ દિન સુધીમા મોટી સંખ્યામાં પશુઓ મોતને ભેટ્યા છે. તો જે પશુઓ આ વાયરસનો શિકાર થયા બાદ બીમાર પડ્યા હતા તેમનામાં પણ નબળાઇ જોવા મળી રહી છે અને તેના કારણે દૂધ ઉત્પાદનને પણ માઠી અસર પહોંચી છે.મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીના મયુરડેરીમાં દૂધ ઉત્પાદનને માઠી અસર પહોંચી છે.

પશુપાલકોમાં પણ ચિંતાની લકીર છવાઇ
મોરબી જિલ્લાની મયુર ડેરી સાથે જોડાયેલી 296 જેટલી દૂધ મંડળીના 26,037 પશુપાલકો સાથે દૈનિક 1.25 લાખ લીટર જેટલી આવક થતી હતી જોકે પશુઓમાં લમ્પી વાયરસ ફેલાવવાના કારણે 15 હજાર લીટર કરતા પણ વધુનો ઘટાડો આવ્યો છે.અને હાલ દૈનિક ડેરીમાં 1.10 લાખ લીટર જેટલુ જ થાય છે. પશુઓમાં લમ્પી વાયરસ પ્રસરતા એક તરફ પશુઓના મોત પણ થઈ રહ્યા છે તો બીજી તરફ દૂધ ઉત્પાદન પણ મોટા પાયે ઘટ્યું છે. જેના કારણે પશુપાલકોમાં પણ ચિંતાની લકીર છવાઇ ગઈ છે.

11 ગામમાં 609 પશુ લમ્પીનો શિકાર
મોરબી જિલ્લામાં પણ 161 ગામમાં આ વાયરસનો ચેપ પ્રસરી ગયો છે અને મંગળવાર સુધીમાં મોરબી જિલ્લામાં 609 પશુઓ આ વાયરસની ઝપટમાં આવી ગયા છે. અને તેના કારણે પશુઓમાં તાવ, ભૂખ ઓછી લગાવી તેમજ શરીરમાં ગાંઠ થવા લાગી છે. આ ઉપરાંત 11 જેટલા પશુઓના મોત પણ થયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

બજારમાં જરૂરિયાત મુજબનું દૂધ મળી રહ્યું છે, અછત નથી
લમ્પી વાયરસના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. જો કે આ ઘટાડો એટલો બધો નથી. જિલ્લાની ડેરીમાં હજુ આવક બજારની જરૂરીયાત મુજબ જ છે આવક થઈ રહી છે જેથી મોરબી જિલ્લામા હાલ પૂરતી દૂધની અછત સર્જાવવાની કોઈ શકયતા નથી. > સુમિત કુમાર, મેનેજિંગ ડિરેક્ટર, મયુર ડેરી

અન્ય સમાચારો પણ છે...