તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી ચુક્યું છે. હેલ્થ સેન્ટરમાં ટેસ્ટ કીટ ઘટી રહી છે.અને હોસ્પિટલમાં બેડ પણ દિવસે દિવસે ભરાઈ જાય તેટલી સંખ્યામાં કેસ આવતા હોવા છતાં તંત્ર સબ સલામતના દાવા કરી રહ્યું છે.ત્યારે હવે તંત્ર પર ભરોસો રાખવાને બદલે લોકોએ પણ જાતે જ કોરોનાથી બચવા કમર કસી લીધી હોય તેમ જિલ્લામાં અનેક ગામડાઓએ જાતે જ લોકડાઉન લગાવી દીધું છે. અને બહારના લોકોને કામ વિના પ્રવેશ બંધ કરી દીધો છે. તો શહેરમાં પણ વેપારીઓએ દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
મોરબીમાં નવા ડેલા રોડ તેમજ અલગ અલગ વિસ્તારમાં આવેલી સુગર એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન સાથે જોડાયેલા 150 જથ્થાબંધ વેપારીઓએ સોમવારથી બપોર બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો અને તેના ભાગરૂપે સોમવારે અનેક વેપારીઓએ બપોર બાદ દુકાન બંધ કરી ઘરે જતા રહ્યા હતા. જેના કારણે દરરોજ ટ્રાફિકથી ધમધમતો સમગ્ર નવા ડેલા રોડ પર ધોળા દિવસે ખાલી ખમમ થઈ ગયો હતો.
ટંકારાના નેકનામ ગામમાં આંશિક લોકડાઉન જાહેર
કોરોનાએ ગામડાને લપેટમા લઈ ધબકતા જનજીવનને ભયથી થંભાવી દીધુ છે. આથી કોરોના સંક્રમણ પર લગામ કસવા નેકનામના સરપંચે સૌ પ્રથમ પહેલ કરી પોતાના ગામડાને કોરોના વાયરસથી બચાવવા અડધા દિવસનુ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતુ. પ્રજાને માસ્ક ફરજિયાત પહેરવા,કામ વગર બહાર ન નિકળવા ફરમાન બહાર પાડવામાંં આવ્યું છે. ટંંકારા તાલુકાના નેકનામના મહિલા સરપંચ અરૂણાબા કનકસિંહ ઝાલાએ પોતાના ગામડાને કોરોના વાયરસથી બચાવવા અને સંક્રમણને કંટ્રોલ કરવા લોકોને વિશ્વાસમા લઈ અડધા દિવસનુ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતુ. ગામડાની તમામ દુકાનો બપોરના બે વાગ્યા સુધી જ ખુલ્લી રાખી સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવા દરેક ધંધાર્થીને અનુરોધ કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં 2422 દર્દીના ટેસ્ટ કરાયા , 33 પોઝિટિવ
જિલ્લામાં 2422 દર્દીના સેમ્પલ ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 33 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જેમાં 11 મોરબી શહેર, 7 ગ્રામ્યમાં નોંધાયા હતા, તો વાંકાનેર શહેરમાં 2 અને ગ્રામ્યમાં 3 કેસ નોધાયો હતો.આજ રીતે હળવદમાં 3 શહેર જ્યારે 2 ગ્રામ્યમાં નોધાયો હતો. તો ટંકારામાં 3 અને માળિયામાં 2 કેસ આવ્યા હતા. બીજી તરફ 8 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા હતા. કુલ 1,98,515 દર્દીના સેમ્પલ ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 3753 દર્દી પોઝિટિવ આવ્યા હતા. આ પૈકી 3278 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે મોત થનારા દર્દીની સંખ્યા 19 પર પહોંચી છે. કારણ કે માર્ચ મહિનામાં 8 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા બાદ મોતને ભેટયા હતા તો એપ્રિલ મહિનામાં પ્રથમ 5 દિવસમાં જ 7થી વધુ દર્દી પોઝિટિવ આવ્યા બાદ મોતને ભેટયા હતા. જો કે આરોગ્ય વિભાગે દર્દી ઓછા અને મોતની સંખ્યા એક પણ જાહેર ન કરી સબ સલામત છે તેવું ચિત્ર ઊભું કરવા મથી રહ્યું છે.
ગામ બહાર જવું હોય તો તંત્રને જાણ કરવી પડશે
ભુણાવા ગામમાં કોરોનના ત્રણ કેસ આવવાની સાથે જ ભુણાવા ગામે સ્વૈચ્છિક 10 દિવસનું લોકડાઉન જાહેર કરી દીધું છે. 10 દિવસ માટે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ કરી લેવામાં આવી છે.
ભુણાવા ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ તાકીદે ગ્રામજનો સાથે મિટિંગ યોજી હતી અને સર્વાનુમતે દસ દિવસ સ્વેચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગામમાં દસ દિવસ દરમિયાન જરૂરી ચીજ વસ્તુઓની અછત ન સર્જાય તે માટે ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ કરી લેવામાં આવી છે.
આ સાથે ભુણાવા ના ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી કે લોકો એ બિનજરૂરી ઘરની બહાર ન નીકળે , માસ્ક પહેરી રાખે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને શરદી તાવ કે ઉધરસ જેવા લક્ષણો વર્તાય તો તાકીદે સારવાર મેળવી લે. ગામમાં બહારગામથી આવતા કોઇ ફેરીયાઓએ પ્રવેશ ન કરવો તેમજ ગ્રામજનોને ફરજિયાત પણે બહાર આવવા જવાનું થાય તો ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે જેની નોંધ લેવા અંતમાં જણાવાયું હતું.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.