સમસ્યા:મોરબી જિલ્લાની 61 શાળાના 147 ઓરડા જર્જરિત, વિદ્યાર્થીઓના જીવ પર તોળાતો ભય

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી ખરાબ હાલત ટંકારાની 17 શાળાના 44 ઓરડાના પોપડાં ગમે ત્યારે ખરી પડે તેવી સ્થિતિ

મોરબી જિલ્લામા તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા જિલ્લામાં સરકારી શાળામાં શિક્ષકોની ઘટ્ટ, ઓરડાની ઘટ્ટ તેમજ જર્જરિત ઓરડાની સ્થિતિ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં શિક્ષણ વિભાગે જાહેર કર્યું હતું કે જિલ્લાની સરકારી 61 શાળામાં 147 જોખમી ઓરડા આવેલા છે. જેમાં સૌથી ખરાબ સ્થિતિ ટંકારાની છે. 17 શાળાના 44 ઓરડા જર્જરિત હોવાનું સામે આવ્યું હતું. જે તોડીને નવા ઓરડા બનાવવા ઘણા સમયથી રજૂઆતો અને દરખાસ્ત કરી રહી છે પરંતુ બાંધકામ વિભાગમાં અધિકારી અને સ્ટાફના અભાવના કારણે આ કામગીરી આગળ વધતી નથી.

જેથી વિદ્યાર્થીઓ પર મોટુ જોખમ તોળાઈ રહ્યું છે. 61 સરકારી શાળાઓમાં આવેલા 147 જોખમી ઓરડાને તોડી પાડીને નવા ઓરડા બનાવી આપવા માટે શાળા તરફથી તેમજ સભ્યો તરફથી વારંવાર રજૂઆતો પણ કરવામાં આવે છે અને દરખાસ્ત પણ કરવામાં આવે છે તેમ છતાં પણ હજુ સુધી નવા ઓરડા બનાવવા માટેના કામને મંજુર કરવામાં આવ્યું નથી માટે જોખમી ઓરડાઓની અંદર વિદ્યાર્થીઓને ફરજિયાત બેસીને શિક્ષણ મેળવવું પડતું હોય છે.

જિલ્લાની પ્રાથમિક શાળામાં 537 શિક્ષકની ઘટ
મોરબી જિલ્લામાં હાલ અલગ અલગ સરકારી પ્રાથમિક શાળામાં હાલ 596 થી વધુ પ્રાથમિક શાળા ચાલે છે. જેમાં કેટલીક શાળામાં એક તો ક્યાંક એકથી વધારે શાળામાં શિક્ષકોની ઘટ્ટ છે. કેટલીક શાળા તો એવી છે, જયાં માત્ર એક શિક્ષક જ ફરજ બજાવવી રહ્યા છે. જિલ્લામાં કુલ 537 શિક્ષકોની ઘટ્ટ છે.

જર્જરિત વર્ગખંડ અંગે તાલુકા કક્ષાની બાંધકામ સમિતિ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે
મોરબી જિલ્લાની જેટલી પણ શાળાના વર્ગ ખંડ જર્જરિત છે ત્યાં ઓરડાની સ્થિતિ અને જરૂરિયાત અંગે જે તે તાલુકા કક્ષાના બાંધકામ સમિતિ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. આ મહિનામાં દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તેમ જણાવ્યા છે અમારા તરફથી સમયાંતરે ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.મંજૂરી મળ્યા બાદ વહેલી તકે આગળની કાર્યવાહી થશે. - બી.એમ સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

અન્ય સમાચારો પણ છે...