તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાણવાયુ પ્રશ્ન હલ:65 ટનની કેપેસિટી ધરાવતા પ્લાન્ટ માટે 14 ટન લિક્વિડ ઓક્સિજન મળ્યું

મોરબી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોરબીના દર્દીઓએ હવે ઓક્સિજન માટે નજીકના શહેરો તરફ નજર નહીં દોડાવવી પડે. - Divya Bhaskar
મોરબીના દર્દીઓએ હવે ઓક્સિજન માટે નજીકના શહેરો તરફ નજર નહીં દોડાવવી પડે.
 • પ્રારંભિક તબક્કામાં 14 પૈકી 9 ટન ઓક્સિજનમાંથી 450 બોટલ રીફિલ કરી દેવાશે તેવી કલેક્ટરની જાહેરાત

મોરબી જિલ્લામાં ઓક્સિજન કટોકટીના દિવસ હવે ભૂતકાળ બની ગયા છે.કારણ કે સિરામિક એસો. દ્વારા ઓક્સિજન રીફીલિંગ માટે શરૂ કરેલા પ્લાન્ટ માટે સરકાર દ્વારા જરૂરી લિકવિડ ઓક્સિજન ફાળવ્યું છે. મોરબી રાજકોટ સાંસદના પ્રયાસ અને મોરબીના સિરામિક એસોસિએશનની મહેનતથી તૈયાર કરેલા પ્લાન્ટ માટે 14 ટન લિકવિડ ઓક્સિજનનો જથ્થો મળી જતા સાંસદ મોહન કુંડારીયા અને સિરામિક એશોસિએશનના પ્રમુખની હાજરીમાં 65 ટન ગેસના સ્ટોરેજની કેપેસિટી ધરાવતા ઓક્સિજન ટેન્કમાંથી રીફીલિંગ શરૂઆત કરવામાં આવી હતી.

હવેથી એક જ દિવસમાં 1000 જેટલા ઓક્સિજન સિલિન્ડર રીફીલિંગ થઈ શકશે જેથી હવે મોરબીના ઓકિસજન માટે રાજકોટ સુરેન્દ્રનગર, ભાવનગર તેમજ કચ્છ જિલ્લા પર નિર્ભર નહિ રહેવું પડે. આ કારણોસર આ ચાર જિલ્લા પર ઓકિસજન સપ્લાયનું ભારણ ઘટશે. જ્યારથી ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક તૈયાર થયો ત્યારથી જ સાંસદે લિક્વિડ ઓક્સિજનના પૂરવઠા માટે તમામ મહેનત કરી લીધી હતી અને અંતે તેને સફળતા મળી છે. કોરોના મહામારી પહેલા મોરબીમાં ઓક્સિજનની માંગ ખૂબ મર્યાદિત હોવાથી રાજકોટ જિલ્લામાંથી સપ્લાય થતી હતી.

જો કે માર્ચ એપ્રિલ મહિનામાં કોરોનાના કેસ વધી જતા ઓક્સિજનની ગંભીર કટોકટીનો સામનો કરવો પડ્યો છે અને રાજકોટ સુરેન્દ્રનગરથી મળતો ઓક્સિજન મર્યાદિત બનતા મોરબીને છેક કચ્છ ,સુરેન્દ્રનગર રાજકોટ અને ભાવનગરથી ઓક્સિજન પુરવઠો મેળવવા લાંબુ થવું પડતા મોરબી સિરામિક એસોસીએશને ચારેક કરોડના ખર્ચે મોરબીને ઓક્સિજન માટે આત્મ નિર્ભર કરવા રાતોરાત ચારથી પાંચ દિવસમાં જ ઓક્સિજન રિફિલ પ્લાન્ટ ઉભો કરી દીધો હતો. જો કે 65 ટન ગેસ સ્ટોરેજની કેપેસિટી ધરાવતા આ ઓક્સિજન પ્લાન્ટ માટે જરૂરી લિકવિડ ઓક્સિજનનો ક્વોટા ત્વરિત ફાળવવા માટે કેન્દ્ર – રાજ્ય સમક્ષ સાંસદ કુંડારિયા અને ઉદ્યોગકારોએ સઘન પ્રયાસ કરતા અંતે સરકારે લિકવિડ ઓક્સિજન ફાળવાતા આજે સવારે 11 વાગ્યે લખધીરપુર રોડ સ્થિત એસર ગ્રેનાઈટો ખાતે ઓક્સિજન રિફિલ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે.

મોરબીને દરરોજ 1000 ઓક્સિજન સિલિન્ડર રિફિલ થઈ શકે તેવા આ ઓક્સિજન પ્લાન્ટ માટે પ્રથમ તબક્કે 14 ટન લિકવિડ ઓક્સિજન ફાળવવામાં આવતા આજે સિરામિક એસોસીએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ કુંડારિયા, કિરીટભાઇ પટેલ, વિનોદભાઈ ભાડજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓની હાજરીમાં આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જો કે કલેક્ટરે આ તકે એવી તાકીદ કરી હતી કે પ્રારંભિક તબક્કામાં 14 ટન પૈકી માત્ર 9 ટન ઓક્સિજનનો જ ઉપયોગ કરવા દેવામાં આવશે અને તેમાંથી 450 બોટલ રિફિલ કરી શકાશે. ઓક્સિજનનો થોડો જથ્થો સ્ટોકમાં રાખવો હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો