છૂપો ડર:મોરબી-માળિયા બેઠકમાં 13 અપક્ષ ઉમેદવાર રાજકીય પક્ષોના મતોનું ગણિત બગાડશે ?

મોરબી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2020ની પેટા ચૂંટણીમાં 9 અપક્ષ ઉમેદવારે 14,823 મત મેળવી રાજકીય પક્ષોને વિચારતા કરી મૂક્યા હતા

આગામી તા.1 ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર અપક્ષ ઉમેદવારોને ચૂંટણી અધિકારી દ્વારા અલગ – અલગ મુક્ત ચૂંટણી ચિન્હ ફાળવવામાં આવ્યા છે ત્યારે મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પણ આ વખતે 2 -5 ઉમેદવાર નહીં પણ મહિલા ઉમેદવાર મળી કુલ 13 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે .અંતર્ગત કોઈને એસી, કોઈને બેટ્સમેન, કોઈને કુકર તો કોઈને વળી ફ્રોકનું પ્રતીક ફાળવવામાં આવ્યા છે

મોરબી માળીયા બેઠક ઉપર આ વખતે ચાર રાજકીય પક્ષ ઉપરાંત અશ્વિનકુમાર હરિભાઈ ટુંડીયા નિરુપાબેન નટવરલાલ માધુ , મહેશભાઈ ધનજીભાઈ જાદવ, ગોપાલભાઈ વિનુભાઈ સીતાપરા, બળવંતભાઈ નથુભાઈ શેખવા, હસન અલુભાઈ મોવર ,સિરાજ અમીરઅલી પોપટિયા, અકબરભાઈ હુસેનભાઇ જેડા, આરીફ મહંમદહુસેન ખોરમ, દાઉદશા રહેમાનશા શાહમદાર, વિવેક જયંતીલાલ મીરાણી, ગુલામહુશેન હનીફભાઇ મોવર ઇકબાલભાઇ હુસેનભાઇ કટિયા દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે. ભૂતકાળની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર દ્વારા રાજકીય પક્ષોના મત પર મોટા પાયે ભાંગ ફોડ કરી હતી 2020 ની મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણી મા 9 અપક્ષ ઉમેદવાર 14,823 જેટલા મત લઇ રાજકીય પક્ષોનું ગણતરી ઊંધી કરી દીધી હતી

આજ પ્રકારે 2017 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો મોરબી માળીયા વિધાનસભા બેઠક પર 4 અપક્ષ અને,શિવસેના મળી 6 ઉમેદવાર ઉભા રહ્યા અને કુલ 5039 મત મેળવ્યા હતા તો સામે પક્ષે ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જીતનું અંતર 3419 મતોનું રહ્યું હતું જે તે વખતે પાટીદાર અનામત આંદોલનની અસર, સત્તા વિરોધી જુવાળની સાથે સાથે અપક્ષ ઉમેદવારને મળેલા મતોએ પણ ભાગ ભજવ્યો હતો.

આ વખતે પણ મોરબી માળીયા વિધાનસભા બેઠક પર એક બે નહીં પણ 13 અપક્ષ ઉમેદવાર ઉભા રહ્યા છે અને 13 ઉમેદવારમાં એક મહિલા ઉમેદવાર પણ છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ અપક્ષ ઉમેદવાર પણ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ચિંતાનું કારણ બની શકે છે.

ચૂંટણી-પેટા ચૂંટણીમાં અપક્ષનું ગણિત
2020 પેટા ચૂંટણીમાં અપક્ષને મળેલા મત

 • પરમાર વસંતલાલ દામજીભાઈ 6,649
 • મોવર નિજામભાઈ ગફુરભાઈ 3,162
 • બ્લોચ ઈસ્માઈલ યરમહમદભાઈ 2107
 • સિરાજ અમીરાલી પોપટિયા 1236
 • ભીમાણી જ્યોત્સના સવજીભાઈ 539
 • મકવાણા પરસોતમ વાલજી 513
 • કાસમ હાજીભાઈ સુમરા 259
 • જાદવ ગીરીશભાઈ ગોવિંદભાઈ 191
 • જેડા અબ્દુલભાઈ હાજીભાઈ 167
 • 2017ની ચૂંટણીમાં અપક્ષના મતોનું ચિત્ર
 • સુખાભાઈ ડાયાભાઈ કુંભારવડીયા 1387
 • ગઢીયા ધર્મેન્દ્રભાઈ શિવલાલ 1236
 • મીરાણી વિવેક જયંતિલાલ (બબલુ) 690
 • અરજણ ભાઈ પાલાભાઈ રાઠોડ 538
 • અરવિન્દભાઈ લાલજીભાઈ કાવર 420
અન્ય સમાચારો પણ છે...