તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનોમાં ઉત્સાહ બમણાં:મોરબીમાં 12,030 યુવાન રસીથી સુરક્ષિત, કલાકમાં રજિસ્ટ્રેશન ફૂલ

મોરબી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિનિયર સિટિઝન કરતા યુવાનોમાં રસી લેવાની સમજણ, ઉત્સાહ બમણાં

મોરબી જિલ્લામાં 4 જુનથી 15 વેક્સિન સેન્ટર પર 18થી 44 સુધીના યુવાનોને નિ:શુલ્ક રસી અપાઇ છે. નિઃશુલ્ક રસી માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે દરરોજ જિલ્લામાં 15 સેન્ટર પર 3000 વેક્સિ઼ન ડોઝ માટે રજિસ્ટ્રેશન ખુલે છે. જો કે એકથી સવા કલાકમાં સ્લોટ ફૂલ થઇ જાય છે.

તેમજ તેમાંથી 90 ટકાથી વધુ યુવાનો રસી પણ લઈ રહ્યા છે. જિલ્લામાં 15 સેન્ટર પર 4 દિવસમાં 12,030 યુવાનોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. તો 45 વર્ષથી વયના લોકોમાં 1,16,896 લોકોને વેક્સિન આપી છે. મોરબી શહેરમાં અન્ય તાલુકાની સરખામણીમાં રસીકરણ માટે યુવાનોમાં ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે.

રજિસ્ટ્રેશન કરાવનાર તમામ રસી લેવા આવે તે જરૂરી
ઓનલાઇન રજિસ્ટ્રેશન થકી વેક્સિન સેન્ટર પર વેક્સિનના ડોઝ ફાળવ્યા છે.રોજ 3000 રજિસ્ટ્રેશન થાય છે પણ તમામ લોકો વેક્સિન માટે આવતા નથી આરોગ્ય વિભાગે રજિસ્ટ્રેશન કરાવનાર યુવાનોને અપીલ કરવામાં આવે છે કે આયોજન પૂર્વક જ રસી માટે રજિસ્ટ્રેશન કરે અને રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ અચૂક રસી મેળવી લે જેથી બીજા યુવાનોને સમયસર રસી મળી રહે તેમ પ્રોગ્રામ ઓફિસર ડો.કારોલિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...