વાંકાનેર પંથકમાં જુગારની મોસમ વચ્ચે પોલીસ ટીમ સતત દરોડા કરી રહી છે. જેમાં એલસીબી ટીમે બાતમીને આધારે ઢુવા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 12 ઇસમોને ઝડપી લઈને 3.17 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જુના ઢુવા ગામે સ્મશાન સામે મોરીયું તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા રવિરાજ પ્રતાપ સિંધવ, માધવ ગગજી રાઠોડ, ગીરીશ ઉર્ફે ગૌતમ મેઘરાજ મોહીનાણી, ધીરૂ ભલા રોજાસરા, મેહુલ પ્રતાપ રાઠોડ, મયુર પરષોતમ ભાડજા, કુલદીપ અજીત પરમાર, કિશન વશરામ ચનીયાર, જાવેદ ગુલામ સિપાઈ, કુતબેઆલમ રસુલ સિપાઈ, પૃથ્વીરાજ નીતીશ ચૌહાણ, રાજદાન લાભુદાન ગુઢડા રહે બધા ઢુવા તા. વાંકાનેર એમ 12 આરોપીને ઝડપી લીધા છે. તેમજ સ્થળ પરથી પોલીસે રોકડ રકમ રૂ 2,07,000 અને 4 બાઈક કીમત રૂ 1.10 લાખ મળીને કુલ રૂ 3.17 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.