તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:મોરબીમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાથી 12 મોત પરંતુ તંત્ર કહે છે એકેય નહીં!

મોરબી5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • કોરોના સંક્રમિત દર્દીઓના સાચા આંક જાહેર કરવામાં તંત્ર જે લાજ કાઢે છે તેવું જ મોતના આંકડા આપવામાં પણ થાય છે

મોરબીમાં કોરોના મહામારી વધી રહી છે. તંત્ર તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ મુદ્દે સતત મિટિંગ કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં પ્રજાની મુશ્કેલીઓમાં ઘટાડો થતો નથી. આટલું ઓછું હોય તેમ તંત્ર દ્વારા દૈનિક કોરોના પોઝિટિવ કેસની સંખ્યા તો સાચી જાહેર નથી જ કરાતી પરંતુ મૃત્યુઆંક પણ જાહેર કરવામાં નથી આવતા.કોરોનાના કારણે મોરબી સરકારી હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુ થાય છે. છેલ્લા ત્રણ દિવસમાં સ્મશાનગૃહોમાં કોરોનાથી થયેલા 12 મોત નોંધાયેલા છે.

પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા છેલ્લા ત્રણેક દિવસમાં મૃત્યુ આંક શૂન્ય જ બતાવવામાં આવે છે. મોરબીમાં શનિવાર, રવિવાર અને સોમવારના રોજ કોવિડ પ્રોટોકોલથી અંતિમ વિધિ કરાયેલા કોરોના પોઝિટિવ મૃતદેહોની સંખ્યા 12 છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા દૈનિક જાહેર કરાતી પ્રેસનોટમાં છેલ્લા સપ્તાહથી એક પણ કોરોનાથી મૃત્યુ દર્શાવવામાં આવ્યું નથી.

જ્યારે સ્મશાનના તથા સિવિલ હોસ્પિટલના આંકડાઓ છેલ્લા બે સપ્તાહમાં 30થી વધુ મોત થયા હોવાનું દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે સંક્રમણ વધી રહ્યું હોવાનું સતત અખબારો લખી રહ્યા હતા તેમ છતાં તંત્ર એ બાબત સ્વીકારવા તૈયાર ન હતું અને આજે સ્થિતિ મોં ફાડીને સામે આવી ઉભી છે.

તંત્ર કહે છે કોરોના ઉપરાંત અન્ય બીમારીથી મોત છે!
મોરબીના લીલાપર રોડ તથા સામા કાંઠે બે મુખ્ય સ્મશાનગૃહ આવેલા છે. જેમાં લીલાપર રોડ પર ત્રણ દિવસમાં 9 જ્યારે સામા કાંઠે ત્રણ દિવસમાં ત્રણ કોરોના પોઝિટિવ મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય વિભાગ માત્ર કોરોનાથી મોત થયું હોય તેવો આંક શૂન્ય હોવાનો તથા બીજી બીમારી હોય અને કોરોનામાં મોત થયા હોય તેવી 8 ની સંખ્યા દર્શાવે છે. જ્યારે તંત્ર દ્વારા મોતનો પણ મલાજો જાળવીને હકીકત રજૂ ન કરાતી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

ભાજપના જ આગેવાન દ્વારા રજૂઆત
મોરબી પૂર્વ પાલિકા ઉપપ્રમુખ તથા પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અનિલ મહેતાએ જણાવ્યું છે કે, કિડની, હાર્ટ કે કેન્સરના દર્દીનો કોરોના એન્ટિજન રિપોર્ટ પોઝિટિવ ન આવે ત્યાં સુધી સારવાર થતી નથી. અને આ રિપોર્ટ મોરબીમાં કોઈ કરતું નથી. બેડ,ઓક્સિજનના અભાવે દર્દીને રાજકોટ તથા જામનગર ખસેડવામાં આવે છે. અને તે માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ નથી. તેમજ ટેસ્ટિંગ કીટ ઓછી આવતી હોવાથી લોકોને સવારે 6 વાગ્યાથી લાઈનમાં ઉભુ રહેવું પડે છે. જે બાબતે યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો