તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મોરબીમાં જુગાર રમતી 4 મહિલા સહિત 12 ઝડપાયા

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી પોલીસે રોકડ રકમ સહિત કુલ રૂ. 93,550નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

મોરબીનાં કન્યા છાત્રાલય રોડ પર સરદાર સોસાયટીમાં આવેલ વીરાટ એપાર્ટમેન્ટના ફ્લેટમાં 6 શખ્સ જુગાર રમતા હોવાની બાતમી જે આધારે પોલીસે રેઇડ પાડી જુગાર રમતા રાકેશભાઇ ચંદુભાઇ કાવર, રવજીભાઇ ધરમશભાઇ ઘુમલિયા, જીગ્નેશભાઇ ધનરાજભાઇ ઘોડાસરા, મનોજભાઇ જીવરાજભાઇ ગોધાણી, કૌશિકભાઇ હીંમતલાલ ઘોડાસરા, ગૌતમભાઇ નરભેરામભાઇ મેરજાને ઝડપી લીધા હતા તો તેમની પાસેથી 87,650નો મુદામાલ જપ્ત કર્યો હતો તો અન્ય એક બનાવમાં માધાપરના ઝાપા પાસેથી આરીફભાઇ મામાદભાઇ પાયક તથા ગુલામહુશેન અભરામભાઇ લુઢરને જુગાર રમતા પકડાયા હતા. તેઓ પાસેથી રુ.1350 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.તો વધુમાં, મોરબીનાં ત્રાજપર-ખારીમાં રામજી મંદીર પાસેથી નીમુબેન રાજેશભાઇ સનુરા, મંજુબેન રમેશભાઇ બારૈયા, ગીતાબેન રમેશભાઇ ટીડાણી તથા શારદાબેન સોમાભાઇ મકવાણાને ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી રોકડ રૂ. 4,550 જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેરમાં જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા
વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામેથી જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને રૂ.૯૪,૬૦૦ ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયા હતા. વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા આરોપી ભીખુભાઈ દાદભાઈ તકમરિયા, દીલીપભાઈ નકુભાઈ ખાચર, મનસુખભાઈ સોમાભાઈ ડૂમાણીયા અને કિશોરસિંહ હનુભા જાડેજાને રોકડ ૯૪,૬૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલના કૈલાસ બાગમાં જુગારધામ ઝડપાયું
ગોંડલના કૈલાશ બાગ વિસ્તારમાં જુગાર રમતી છ મહિલા જેમાં ગીતાબેન સંજયભાઈ આંદીપરાના મકાનમાં દરોડો પાડી ક્રિષ્નાબા ઝાલા, માલાબેન દોશી, શીલુબેન પટેલ, ઉર્મિલાબા ચુડાસમા તેમજ વર્ષાબેન જોશીને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...