કલ્યાણકારી યોજના:મોરબી જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડ યોજનામાં 1.18 લાખ શ્રમિકનો સમાવેશ, ત્રિદિવસીય કેમ્પમાં 1200 શ્રમિકની નોંધણી કરાઇ

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પમાં નોંધણી કરવામાં બાકી અન્ય શ્રમિકને સમયસર કરાવી લેવા અપીલ

નાના અને અસંગઠિત શ્રમિકોને સંગઠિત કરવા તથા વિવિધ યોજનાઓના લાભ હેઠળ સાંકળી લેવાના હેતુથી સરકાર દ્વારા ઈ-શ્રમકાર્ડની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જે હેઠળ મોરબી જિલ્લામાં 29 ઓગસ્ટ થી 31ઓગસ્ટ દરમિયાન ઈ-શ્રમકાર્ડ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈ-શ્રમકાર્ડ ઝુંબેશ હેઠળ મોરબી જિલ્લામાં વિવિધ કામગીરી કરવામાં આવી હતી. જે હેઠળ ઝુંબેશના દિવસો દરમિયાન અંદાજિત 1200 જેટલા શ્રમિકોનું ઈ-શ્રમકાર્ડ માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ઈ-શ્રમકાર્ડ હેઠળ 1.18 લાખ જેટલા શ્રમિકોને સાંકળી લેવામાં આવ્યા છે અને હજુ વધુને વધુ શ્રમિકોને સાંકળી લેવા પ્રયાસ ચાલુ છે. સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ માટે ઈ-શ્રમ પોર્ટલ નામનું નવું પોર્ટલ શરૂ કર્યું છે. જે ઉમેદવારો ઇ-શ્રમ માટે નોંધણી કરાવે છે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UAN) કાર્ડ મળશે.

શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોમાં કામદારોને સંગઠિત કરવા માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે અને NDUW ડેટાબેઝનો ઉપયોગ નવી નીતિઓ શરૂ કરવા, ભવિષ્યમાં વધુ નોકરીઓ બનાવવા અને કામદારો માટે નવી યોજનાઓ શરૂ કરવા માટે કરવામાં આવનાર છે.

સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારોની માહિતી એકત્ર કરવા અને તમામ મજૂરોના ડેટાબેઝને એક જગ્યાએ એકત્ર કરીને, આ પોર્ટલ હેઠળ આવરી લેવામાં આવેલા કામદારો જેમ કે બાંધકામ કામદારો, સ્થળાંતર કામદારો, પ્લેટફોર્મ કલાકારો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો અને અન્ય સંગઠિત કામદારો.

જન કલ્યાણની વિવિધ યોજનાઓના લાભ લઈ શકે તે માટે સરકાર દ્વારા ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન પછી ઈ-શ્રમ કાર્ડ જારી કરવામાં આવે છે. કોઈપણ મજૂર યોજનાઓનો લાભ સીધો મેળવી શકે સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે.

ઇ-શ્રમ કાર્ડથી શ્રમિકને થનારા ફાયદાની યાદી
ઇ- શ્રમ કાર્ડ ધારકને આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂ. 2 લાખની સહાય, આંશિક અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂ. 1 લાખની સહાય, નાણાંકીય સહાય, સામાજિક સુરક્ષા યોજનાના લાભો, વધુ નોકરીની તકો, ભીમ યોજના વીમા કવર, સ્થળાંતરિત મજૂરોના કર્મચારીઓને પણ સાંકળી લેવા વગેરે લાભ મળવા પાત્ર થાય છે.

કોણ ઈ-શ્રમ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકે?
ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુક, રેશન કાર્ડ, વીજળી બિલ, આધાર નંબર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર વગેરે દસ્તાવેજો હોવા જરૂરી છે. ૧૬ થી ૫૯ -વર્ષની કોઇ પણ વ્યક્તિ કે જે, ઇપીએફઓ અથવા ઇએસઆઇસીના સભ્ય નથી, આવકવેરો ભરનાર નથી, જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામદારો અને મજૂરો તરીકે કામ કરે છે.

તેવા નાના અને સીમાંત ખેડૂતો, ખેત મજૂરો, શાકભાજી અને ફળ વિક્રેતાઓ, સ્થળાંતરિત કામદારો, શેરક્રોપર્સ, ઈંટ ભઠ્ઠાના કામદારો,માછીમાર સો-મિલના કામદારો,પશુપાલન કામદારો, બીડલ રોલિંગ, લેબલીંગ અને પેકિંગ, સીએસસી, સુથાર રેશમ ખેતી કામદારો, મીઠું પકાવતા કામદારો, મકાન અને બાંધકામ કામદારો, લેધર વર્કર્સ, ઘરેલું કામદારો, વાળંદ, અખબાર વિક્રેતાઓ, રિક્ષાચાલકો, ઓટો ડ્રાઈવર, રેશમ ખેતી કામદારો, હાઉસ મેઇડ્સ, સ્ટ્રીટવેન્ડર્સ, આશાવર્કર વગેરે ઈ-શ્રમ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...