ધરપકડ:મોરબી સહિત ત્રણ જિલ્લામાંથી 11 બાઇક ચોરી કરનાર સકંજામાં

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂટર ચોરીને લઇ જવાતું હોવાનો વીડિયો જાહેર થતાં શખ્સ ઓળખાયો

મોરબીના એક વિસ્તારમાં એક શખ્સ એક્ટિવાની ચોરી કરી લઈ ગયો હોવાનો સીસીટીવી ફુટેજ જાહેર થયા હતા અને બાદમાં પોલીસ સતર્ક બની ગઇ હતી. આ શખ્સ ચોરાઉ સ્કૂટર સાથે નીકળ્યો હોવાની બાતમી મળતાં પોલીસ સજ્જ બની ગઇ હતી અને તેને બાતમીવાળી જગ્યાએ અટકાવતાં તેની પાસે કાગળો માગ્યા હતા અને તે ન મળતાં પોલીસની શંકા સાચી ઠરી હતી અને કડક પૂછપરછ હાથ ધરતાં તેણે વટાણા વેરી નાખ્યા હતા અને મોરબી સહિત 3 જિલ્લામાંથી 11 બાઇક ચોર્યા હોવાની કબુલાત આપી હતી. આથી ચોરાઉ બાઇક કબજે લેવા સહિતની કાર્યવાહી પોલીસે આરંભી છે.

અગાઉ પણ અલગ અલગ વિસ્તારમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ છે.ત્યારે જિલ્લા પોલીસ વડા એસ.આર ઓડેદરાની સૂચનાથી મોરબી એ ડિવિઝન પોલીસે અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે એક શખ્સ મચ્છુ માતાના મંદિરથી મકરાણી વાસ તરફ ચોરાઉ એક્ટિવા લઈને નીકળી રહ્યો છે. આ બાતમીના આધારે પોલિસે બાઈક સાથે આવેલા શખ્સને ઝડપી લીધો હતો અને બાઈકના કાગળ માગતા તેની પાસે ન હોવાનું સામે આવ્યું હતું.

આરોપીની પૂછપરછ કરતા તેનું નામ હાજી અકબર માણેક મોરબીના વિશિપરા વિસ્તારમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા તેને મોરબીના એ ડિવિઝન પોલીસ મથકથી 3,તાલુકા પોલીસ મથક વિસ્તારમાં 3 વાંકાનેર તાલુકા પોલીસ મથકમાંથી 2, સુરેન્દ્રનગર, ગાંધીધામ અને રાજકોટમાં 1-1 મળી કુલ 11 બાઈક ચોરી કર્યાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી ચોરાયેલા બાઈક કોને વેચ્યા છે અથવા તો કોની પાસે છે તેની વિગત મેળવી કબજે લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...