તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નકલી રેમડેસિવિર કાંડ:11 આરોપી પોલીસના સકંજામાં, બે ટુકડી કડી અને વાપીમાં ત્રાટકી

મોરબી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • આરોપીઓએ વેચી દીધેલા 6000માંથી મોટાભાગના ઇન્જેક્શન દર્દીઓને આપી દેવાયાની સંભાવના

મોરબી પોલીસે અમદાવાદ અને સુરતમાં દરોડા પાડીને 3331 નકલી રેમડેસિવિર સહિત છ શખ્સની અટકાયત કરી વધુ 5 આોરોપીને સકંજામાં લઇ લીધા છે, આ ઉપરાંત વધુ કેટલીક માહિતી મળતાં બે પોલીસ ટીમને વાપી અને કડી રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીઓએ જે દર્દીના સ્વજનોને નકલી રેમડેસિવિર વેચ્યા હતા તેઓ દર્દીઓને આ ઇન્જેક્શન ન અપાવે તે માટે કવાયત શરૂ કરવામાં આવી હતી, પરંતુ મોટાભાગના દર્દીઓને તેમના સ્વજનોએ ઇન્જેક્શન અપાવી દીધા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. હાલના તબક્કે કોવિડ ગાઇડલાઇન મુજબ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી, કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ 11 મોતના સોદાગરોની ધરપકડ કરાશે.

વધુમાં માહિતી આપતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.જાડેજા અને પીએસઆઇ આર.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબીના રાહુલ અશ્વિન કોટેચા, રવિરાજ ઉર્ફે રાજ મનોજ હિરાણી, અમદાવાદના સાળો બનેવી મહમદ આસીમ અને રમીઝ કાદરી સુરતના કૌશલ વોરા તેમજ પાર્ટનર પુનિત શાહની પૂછપરછમાં બાદ પોલીસની બે ટીમ અમદાવાદ નજીક આવેલા કડી અને વાપી રવાના કરાઇ છે. સુરતના પીંજરત ગામમાં ફાર્મહાઉસમાંથી નકલી ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી ઝડપાઇ ત્યાં કામ કરતા 5 શખ્સને પણ સકંજામાં લઇ લેવાયા છે. હજુ કેટલાક આરોપીઓની ધરપકડ તોળાઇ રહી છે.

ઉદ્યોગપતિને ધરમ કરતા ધાડ પડે તેવી સંભાવના
મોરબી એલસીબી નકલી રેમડેસિવિર સંદર્ભે તપાસ કરી રહી છે ત્યારે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે, મોરબીમાં રહેતા હિતેષ પટેલ નામના ઉદ્યોગપતિએ અમદાવાદથી 100 રેમડેસિવિર મગાવ્યા હતા અને જરૂરિયાતવાળા લોકોને અહીં તહી ભટકવું ન પડે તે માટે તેઓ મદદ કરતા હતા. જોકે આ પ્રકરણમાં એવી વિગત બહાર આવી છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગત તા.27 એપ્રિલે વૈભવી હોટેલમાં દરોડો પાડી દિશાંત માલવિયા અને વિવેક મહેશ્વરીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી રેમડેસિવિર જપ્ત કર્યા હતા.

આ બંને શખ્સે જ મોરબીના ઉદ્યોગપતિ હિતેષ પટેલને 100 ઇન્જેક્શન વેચ્યા હતા. ત્યારે હવે હિતેષ પટેલ ધરમનું કામ કરવા ગયા હતા પરંતુ તેઓની પણ અટકાયત થાય તેવી શક્યતા છે. કારણ કે, સરકારની મંજૂરી વગર રેમડેસિવિર વેચી કે ખરીદી શકાતા નથી.

3 ગ્રામથી વધારે મીઠું શરીરમાં જાય તો બ્રેઇન ડેમેજ થઇ શકે
નકલી રેમડેસિવિર ઇન્જેક્શનના 33 ગ્રામના પાવડરમાં મીઠું એટલે કે નમક અને ગ્લુકોઝનું પ્રમાણ કેટલું રખાતું હતું એ જાણવું જરૂરી આ તકે બની જાય છે. કેમકે કોરોના પેશન્ટને સામાન્ય રીતે ગ્લુકોઝ તો અપાતો જ હોય છે. પરંતુ તેનું પ્રમાણ હોય છે. જો આ ઇન્જેક્શનમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે રખાતું હોય તો જેમને ડાયાબિટિસ છે તે પેશન્ટને તકલીફ પડે અને બ્લડ સુગર લેવલ વધી જાય, અને જો મીઠું એટલે કે નમકનું પ્રમાણ વધારે રાખવામાં આવતું હોય તો દર્દીનું બ્લડ પ્રેશર હાઇ થઇ શકે.

સામાન્ય રીતે એક ગ્રામ મીઠાંની શરીરને જરૂર પડતી હોય, ત્યાં સુધી વાંધો આવતો નથી પરંતુ જો બે કે ત્રણ ગ્રામ મીઠું શરીરમાં આ રીતે જાય તો દર્દીના શરીરમાં સોડિયમનું પ્રમાણ અચાનક વધી જાય અને તેના લીધે બ્લડ પ્રેશર પણ વધી શકે અને બ્રેઇન ડેમેજ થવાની સંભાવના અનેકગણી વધી જાય. > ડો. અર્ચિત રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો