તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાસ આયોજન:મોરબીમાં કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે 10મીએ લોક અદાલત

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાધાન લાયક કેસનો જલદી ઉકેલ લાવવા ખાસ આયોજન

રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ તેમજ રાજય કાનૂની સેવા સતા મંડળના માર્ગદર્શનમાં રાજ્યની અલગ અલગ અદાલતમાં સમાધાન લાયક કેસના ઝડપી નિકાલ અને નાગરિકોને ઝડપથી સંતોષ જનક ન્યાય અપાવવા સમયાંતરે લોક અદાલત આયોજન કરવા આવે છે.અને જિલ્લા અદાલત તેમજ તેના તાબા હેઠળ આવતી તાલુકા અદાલતમાં પણ લોક અદાલત યોજવા આવે છે. જેમાં વીમા ક્લેમ, અકસ્માત વળતર, લગ્ન સબંધી કેસ,મજૂરધારા હેઠળ કેસ, હિન્દુ લગ્નધારો વીજળી પાણીને લગતા જેમાં ચોરી સિવાયના કેસ લેવામાં આવે છે.

મોરબી જિલ્લામાં પણ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા આગામી 10 જુલાઈના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સમાધાન લાયક અને ઉપર દર્શાવેલા કેસ લેવાશે.કોરોના મહામારીને ધ્યાને લઇ પક્ષકારો વકીલને કોવિડ ગાઈડલાઈનના પાલન કરવાનું રહેશે.મોરબી જિલ્લાની જિલ્લા અદાલત તેમજ તાલુકા અદાલતમાં 10મી લોક અદાલત યોજાશે.

અન્ય સમાચારો પણ છે...