તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:મોરબીમાં જીએસટી વર્ગ 3ની 1036 વિદ્યાર્થીએ આપી પરીક્ષા,1254 ગેરહાજર

મોરબી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 10 સેન્ટરમાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયા હતા

મોરબી જિલ્લામાં આજથી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની લેખિત પ્રિલીમીનરી પરીક્ષા શરૂ થઈ છે. જેમાં 10 પરીક્ષા કેન્દ્રોમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. 10 પરીક્ષા કેન્દ્રોમાં લેવાયેલી પરીક્ષામાં કુલ 2290 માંથી 1036 ઉમેદવારો હાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન પુછાયેલ પ્રશ્નોએ પરીક્ષાર્થીને ચોંકાવ્યા હતા. કારણ કે જે વિભાગની પરીક્ષા હતી તેમાંથી એક પ્રશ્ન જીએસટીને લગતો પુછાયો ન હતો તો ગુજરાત અને દેશના ભૂગોળ, સરકારી યોજનાના અટપટા પ્રશ્નો, બંધારણ, ઇતિહાસના પ્રશ્નો મુખ્ય રહ્યા હતા.

મોરબીમાં આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની લેખિત પ્રિલિમિનરી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. જેમાં એસ. વી. પટેલ કન્યા વિદ્યાલય, ડી. જે. પટેલ કન્યા વિદ્યાલય, ધ વી. સી. ટેક્નિકલ હાઇસ્કુલ, નીલકંઠ વિદ્યાલય, નિર્મલ વિદ્યાલય, સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યા સંકુલ, સેન્ટ મેરી સ્કૂલ, દોશી એમ. એસ. એન્ડ ડાભી એન. આર હાઇસ્કુલ એમ 10 પરીક્ષા કેન્દ્રો ઉપર લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. કુલ 2290 ઉમેદવારો નોંધાયેલા હતા જેમાંથી 1036 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જ્યારે 1254 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...