ખાનગી સ્કૂલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ શિક્ષકો અને ઉજળો દેખાવને કારણે મોટાભાગના વાલીઓની પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માટે પહેલી પસંદ ખાનગી સ્કૂલમાં જ કરતા હોય છે. પણ આવી સ્થિતિ વચ્ચે મોરબી જિલ્લામાં ઊલટું ચિત્ર સામે આવ્યુ છે. એટલે ઉલટી ગંગા વહી હોય એમ હવે બાળકો ખાનગીને બદલે સરકારી સ્કૂલમાં ભણવા લાગ્યા છે. એ પણ કોરોના કાળ પછી સરકારી સ્કૂલમાં ખાનગીમાંથી ઘણા બાળકો આવ્યા છે.
મોરબી જિલ્લામાં કોરોના કાળ પછી એટલે ચાલુ વર્ષમાં સરકારી સ્કૂલ પ્રત્યે વાલીઓમાં અભિગમ બદલાયો છે. આ વર્ષમાં વાલીઓની પસંદગી સરકારી સ્કૂલ તરફ વધ્યો છે. સરકારી શાળા વિશે જે માન્યતા હતી તેમાં બદલાવ આવતા ઘણા વાલીઓ પોતાના બાળકોને સારી-સારી અને અદ્યતન ખાનગી સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલમાં ભણવા બેસાડ્યા છે.
મોરબી જિલ્લાની ધો.1થી8ની પ્રાથમિક સ્કૂલમાં બાળકોની સંખ્યા જોઈએ તો સરકારી શાળામાં 94379 અને ખાનગી શાળામાં 54431 મળીને કુલ 1,48,850 બાળકો હાલ શિક્ષણ મેળવે છે. જ્યારે ચાલુ વર્ષમાં ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં ભણવા બેસાડ્યા હોય તેવા 1027 બાળક છે. જેમાં સૌથી વધુ મોરબી તાલુકા 557 બાળક ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. વાંકાનેરમાં 213, હળવદમાં 155, ટંકારામાં 83 અને માળિયામાં સૌથી ઓછા 19 બાળકોએ ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.