તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મોરબી જિલ્લામાં પહેલીવાર 24 કલાકમાં 102 કેસ પોઝિટિવ

મોરબી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 2016 દર્દીના ટેસ્ટ કરાયા, 84 દર્દી સ્વસ્થ થતા રજા અપાઇ

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે પ્રથમવાર 24 કલાક દરમિયાન પોઝિટિવ દર્દીનો આંક 100નો આકડો પાર કરી 102 પર પહોંચી ચુક્યો છે. શનિવારે 2016 દર્દીનો ટેસ્ટ કર્યા, 102 પોઝિટિવ જેમાં 102 દર્દીમાં મોરબી શહેરમાં 25 અને ગ્રામ્યના 30 કેસ સામે આવ્યા હતા,વાંકાનેર શહેરમાં 5,ગ્રામ્યમાં 3 કેસ આવ્યા હતા. હળવદ શહેરમાં 10અને ગ્રામ્યમાં 6 કેસ ટંકારામાં 11,માળિયામાં 12 કેસ જાહેર કર્યા હતા.

મોરબીના 45,વાંકાનેર 7,હળવદ 16,ટંકારા 11 અને માળિયાના 5 મળી દર્દી મળી 84 સ્વસ્થ થઈ ચૂક્યા છે. મોતનો આંક 3 જાહેર કર્યા હતા. આજના મોતનો આંક મળી કુલ 78 પર પહોંચ્યો છે. જિલ્લામાં હાલ 2,61,240 દર્દીના સેમ્પલ ટેસ્ટ કર્યા હતા. જેમાથી 5279 દર્દી પોઝિટિવ આવ્યા જેમાથી 4181 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.78 દર્દીના મોત થયા છે એમ 758 હજુ એક્ટિવ કેસ જાહેર કર્યા હતા.

મોરબીમાં કોરોનાની સ્થિતિ મુદ્દે જિલ્લા પ્રભારી મંત્રીની બેઠક
જિલ્લા પ્રભારીમંત્રી સૌરભ પટેલે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલુ રાખવા, ઓકિસજનની સ્થિતિ, રેમડેસિવિર સહિતની માહિતી મેળવી હતી.અને કેસ ઘટાડવા શું આયોજન છે તે અંગે પણ ચર્ચા કરી હતી.આ બેઠકમાં સાસંદ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દેથરીયા, પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, કલેકટર જે.બી.પટેલ, ડીડીઓ પરાગ ભગદેવ, એસપી ઓડેદરા, અધિક કલેક્ટર કેતન જોષી, મોરબી પ્રાંત ઝાલા, હળવદ પ્રાંત ગંગાસિંગ, જિલ્લા ચૂંટણી અધિકારી કાથડ, ડૉ.સરાડવા, ડૉ. વારેવડીયા, ડૉ. કારોલીયા તથા સંબંધીત અધિકારીઓ હાંજર રહી જરૂરી માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો