વેક્સિનેશન અભિયાન:પશુઓને સુરક્ષિત કરવા માટે 100 યુવાને 2000 ગાયને વેક્સિન આપી

મોરબી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લમ્પીના વધતા કહેરના પગલે ગૌવંશને સુરક્ષિત કરવા પહેલ કરી
  • સેવાભાવી ગ્રૂપે 3 દિવસથી આરંભી દીધું વેક્સિનેશન અભિયાન

મોરબી લમ્પી વાયરસે ભારે માથું ઊંચક્યું છે. આ રોગથી પશુઓને બચાવવા જેમ બને તેમ વહેલું રસીકરણ કરવું, પણ આ માટે તંત્ર બધી જગ્યાએ પહોંચી ન શકે આથી સેવાભાવી સંસ્થા તરીકે યંગ ઇન્ડોયા ગ્રુપે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રસીકરણ ઝુંબેશ આદરી છે અને અત્યાર સુધીમાં 1 હજાર પશુનું રસીકરણ કરાયું છે અને હજુ વધુને વધુ રસીકરણ કરવા પ્રયત્નશીલ છે. મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ લમ્પી વાયરસના કહેરથી પશુઓને બચાવવા આગળ આવ્યું છે.

જેમાં મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં જ્યા ગૌવંશમાં લમ્પી વાયરસ નામનો ચેપી રોગ ફેલાયેલો છે તેવા વિસ્તારોમાં ગ્રૂપના દેવેનભાઈ રબારી સહિત આશરે 100 યુવાનો દ્વારા 3 દિવસથી અલગ અલગ ટીમ બનાવી ગામમાં ફરતી 2000 ગાયો તેમજ નંદીઓને રસી મૂકીને તેમજ દવા આપી ગૌવંશને આ અતિ પીડાદાયક રોગથી બચવાના પ્રયાસ કર્યા છે.

આગામી દિવસોમાં પણ યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મોરબી જિલ્લા જરૂરી હોય તેવા દરેક વિસ્તારમાં જઈને ગૌવંશને આ રોગથી બચવવા રસીકરણની ઝુંબેશ ચાલવામાં આવશે. દરેક પશુ લમ્પી વાયરસથી બચે એ માટે બને તેટલું ઝડપી રસીકરણ કરવું એવા જ હાલ પ્રયાસ ચાલુ હોવાનું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...