તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ડ ફ્લુ:દેવળિયામાં 10થી 12 ટીટોડીનાં ટપોટપ મોત : વનવિભાગ દોડ્યું

મોરબી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બર્ડ ફ્લુની આશંકા વચ્ચે પીએમની તજવીજ હાથ ધરાઇ

ગુજરાતમાં ફેલાયેલી બર્ડ ફલૂની મહામારી વચ્ચે હળવદના દેવળીયા ગામે ગામે 10થી 12 ટીટોડીઓના ટપોટપ મોત થયાની ઘટના સામે આવી હતી. આથી ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે દોડી જઇ હાલબર્ડ ફ્લુની આશંકા વચ્ચે મૃત પક્ષીઓના મૃતદેહને પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી.

હળવદ દેવળીયા ગામે તળાવના કાંઠે 10થી 12 ટીટોડીઓના મૃતદેહો મળી આવ્યા હતા. આ બનાવની ગ્રામજનોએ હળવદના વન વિભાગને જાણ કરી હતી. આથી આ બનાવની ગંભીરતા ધ્યાને લઇ વનવિભાગ ટીમ હળવદના દેવળીયા ગામે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જો કે હાલના તબક્કે આ પક્ષીઓના મોતનું સાચું કારણ બહાર આવ્યું નથી.પણ બર્ડ ફ્લુની આશંકા વચ્ચે આ મૃત પક્ષીઓના પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ,આ પક્ષીઓ બર્ડ ફ્લુથી મર્યા છે કે કેમ તે બાબત પીએમ રિપોર્ટમાં બહાર આવશે. હાલ રાજ્યમાં પ્રસરેલી બર્ડ ફ્લુની મહામારી વચ્ચે આ નાના એવા ગામમાં આટલા પક્ષીઓના મોત થતા ભારે ફફલાટ વ્યાપી ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser