તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીથી 20 કિમી દૂર જેતપર રોડ પર આવેલા સિરામિક યુનિટમાં બનાવવામાં આવેલા પ્રોસેસ્ડ માટીના સાયલા અચાનક જ એક બ્લાસ્ટ સાથે ધસી પડવા લાગતાં નીચે કામ કરી રહેલા કાર્યકરો અને ચેમ્બરમાં બેઠેલા પાર્ટનર માટીના મહાકાય ગંજ નીચે દટાઇ ગયા હતા અને ત્રણના મોત નીપજ્યા હતા જ્યારે મહિલા સહિત બેને ઇજા પહોંચી હતી, જેમાં મહિલાની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. ઇજાગ્રસ્ત મહિલાને તાબડતોબ માલિકની કારમાં જ મોરબીની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બપોરે ચાર કલાકે બનેલી ઘટનાની મોડેથી જાણ થતાં પોલીસ પણ મોડી પહોંચી હતી અને રાતે બે ક્રેઇનને માટી હટાવવાના કામે લગાડવામાં આવી હતી.
મોરબી નજીક જશનભાઇ અને ભાવિનભાઇ પટેલની માલિકીનું ગ્રીસ સિરામિક યુનિટ આવેલું છે, જેમાં કમ્પાઉન્ડ વોલ નજીક ચાર ચારની હરોળમાં માટીના સાયલા બનાવવામાં આવ્યા હતા. બપોરના સમયે અચાનક જ દીવાલ પાસે બ્લાસ્ટ જેવો ભયાનક અવાજ આવ્યો અને ધડાકાભેર એક પછી એક સાયલા ધસી પડવા લાગ્યા.
ક્ષણવારમાં તો અહીં માટીના ગંજ ખડકાઇ ગયા અને સંજય સાણંદિયા, જેઓ સિરામિક યુનિટના એક પાર્ટનર પણ છે, અરવિંદ ગામી અને સોરલબેન દટાઇ ગયાં હતાં, જ્યારે નવીનભાઇ પટેલ અને કલિતા ગણાવાને ઇજાને પગલે સારવાર માટે ખસેડાયાં હતાં. ઉલ્લેખનીય છે કે આ કંપનીનો શેડ હજુ દોઢ વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. દુબઇની આરએકે એટલે કે રઝ અલ ખીમા નામની કંપની સાથે યુનિટની પાર્ટનરશિપ છે. બ્લાસ્ટ કઇ રીતે થયો? દીવાલો શું કામ ધસી પડી એ સહિતનાં કારણોની તપાસ મોડી રાત સુધી ચાલી હતી.
પાર્ટનર ચેમ્બરની બહાર નીકળી જ ન શક્યા
યુનિટના પાર્ટનર સંજયભાઇ સાણંદિયા, જેઓ ભાવિનભાઇ પટેલના જીજાજી થતા હતા તેઓ મુલાકાતે આવ્યા હતા અને પોતાની ચેમ્બર, જે સાયલાની વચ્ચે બનાવાઈ હતી એમાં બેઠા હતા અને બહાર નીકળી શક્યા ન હતા.
બનાવમાં મૃતકના પતિ આંખનું ઓપરેશન કરાવવા માટે તેમના વતન ગયા હતા
આ દુર્ઘટનામાં દટાઇ જતાં જેનું મોત થયું એ સોરલબેનના પતિ કે જેઓ આંખનું ઓપરેશન કરાવવાનું હોઇ છ દિવસ પહેલાં જ તેમના વતન દાહોદ ગયા અને પાછળથી પત્નીની કાયમ માટે આંખ મીંચાઈ ગઈ.
ધૂળમાં 1 ફૂટ દૂરનું દેખાતું બંધ થયું હતું
અમે તો સાયલા નજીક સફાઇ કરતા હતા અને અચાનક જ જોરદાર અવાજ આવ્યો, શું થયું એ કંઇ સમજાય એ પહેલાં તો આસપાસમાંથી બધું જ અચાનક તૂટવા લાગ્યું. અમે ચાર જણા સાયલાની વચ્ચે કામ કરતા હતા. ઘડીભરમાં તો ચીસાચીસ થવા લાગી. ધૂળ એટલી બધી ઊડવા લાગી કે એક ફૂટ દૂરનું પણ દેખાતું બંધ થઇ ગયું. હું બરાબર એ જ સમયે પાણી પીવા ગયો હતો અને જોયું તો ધૂળના ગોટેગોટા જ દેખાય. 15થી 20 મિનિટ સુધી આવી જ અંધાધૂંધી રહી. મારી પત્ની કલિતા ત્યાં જ કામ કરતી હતી, તે દુરથી મને દેખાઇ, તે બેહોશ બની ગઇ હતી. મને તેના ખભા પર લોખંડની રેલિંગ દેખાઇ અને તરત જ તેને ખેંચીને બહાર લાવ્યો. > પીયૂષ ગણાવા, કામદાર
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.