તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મોરબી જિલ્લામાં 1 લાખ લોકો વેક્સિનથી સુરક્ષિત

મોરબી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં પણ વેક્સિનની અછત સર્જાઈ - Divya Bhaskar
જિલ્લામાં પણ વેક્સિનની અછત સર્જાઈ
 • 3630 ફ્રન્ટલાઇન વોરિયર્સ અને 45 પ્લસ મળી કુલ 1 લાખ વ્યક્તિએ વેક્સિનનો ડોઝ લીધો, 18 પ્લસ ઉંમર ધરાવતા 5 લાખથી વધુ યુવાનમાં વેક્સિન લેવા ઉત્સાહ

મોરબી જિલ્લામા કોરોનાની બીજી લહેરના કારણે જિલ્લામાં કોરોના વેક્સિનની કામગીરી ધીમી પડી ચુકી હતી. અગાઉ જિલ્લામાં દૈનિક 5000થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવતી હતી, તે એપ્રિલ મહિનામાં ઘટીને 2500ની આસપાસ થઈ ચૂકી હતી. જો કે છેલ્લા સપ્તાહમાં વેક્સિન લેનારની સંખ્યામાં ફરી ઉછાળો આવ્યો છે, અને હવે 3500થી 3800દર્દી વેક્સિન લઈ રહ્યાં છે.

આ સંખ્યા 45થી મોટી ઉંમરના લોકોની છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 મે થી 18 વર્ષથી મોટી વયના લોકોને પણ વેક્સિન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેના માટે રાજ્ય સરકારોને આદેશ પણ કરી દેવાયો છે. ગુજરાતમાં હાલ 10 જિલ્લામાં 18થી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.આ 10 જિલ્લામાં હજુ મોરબી જિલ્લાનો સમાવેશ થયો ન હોવાથી અહી 18 થી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી નથી.

મોરબી જિલ્લામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ કોરોના વેક્સિન અભિયાન અંતર્ગત હાલ હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર તેમજ 45થી વધુ વયના અને ગંભીર બીમારી ધરાવતા લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. સંખ્યાની દ્રષ્ટિ જોઈએ તો આરોગ્ય વિભાગ પણ અંદાજ મુજબ 45 વર્ષથી વધુ વયના 2,55,354 લોકોને વેકસીન આપવાનું આયોજન હતું.

જેમાંથી 96,051 લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.જ્યારે 20,078 લોકોને બીજો ડોઝ આપવામા આવ્યો છે. આ ઉપરાંત 3287 જેટલા આરોગ્ય વિષયક કામગીરીના જોડાયેલા કર્મચારીઓને પણ બન્ને ડોઝ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત 3630 લફ્રન્ટલાઈન વર્કરને પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

રાજ્યમાં માંગણી મુજબ વેકસીનનો જથ્થો મળ્યો ન હોવાથી અનેક જિલ્લામાં અછત જોવા મળી રહી છે. જેથી 45થી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન માટે રાહ જોવી પડી રહી છે. જિલ્લામાં જોઈએ તો ગત.29 એપ્રિલના રોજ 6000 ડોઝ કોવિશિલ્ડ રસીનો જથ્થો મળ્યો હતો. જો કે આ રસી હાલ 45થી વધુ અને ફ્રન્ટ લાઈન વર્કરને આપી છે.જિલ્લામાં માગણી કરતા ઓછો જથ્થો આવવાને કારણે અછત વર્તાઇ રહી છે.

18 + માટે વેક્સિન સેન્ટરની ક્ષમતાની તપાસ શરૂ
રાજય સરકારની જાહેરાત બાદથી મોરબી જિલ્લા અરોગ્ય વિભાગ દ્વારા 18થી વધુ વયના લોકોને પણ વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ માટે આરોગ્ય વિભાગ દ્વારા હાલ જ્યાં જ્યા પણ વેક્સિન સેન્ટર ચાલી રહ્યા છે ત્યાંની એક દિવસ કેટલા લોકોનું વેકસીનેશન થઈ શકશે તે અંગેની ક્ષમતા ચકાસવામાં આવી રહી છે અને તેના આધારે વેક્સિનેશન સેન્ટર તેમજ સ્ટાફ વધારવા અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે.મોરબી જિલ્લામાં 18થી 45 વયના યુવાનોની સંખ્યા 5 લાખથી વધુ છે. આમ જિલ્લામાં પ્રથમ ડોઝ માટે જિલ્લામાં 5 લાખ ડોઝની જરૂરીયાત ઉભી થઇ શકે છે.
જિલ્લામાં 74 લોકેશન પર વેક્સિનેશન અપાશે
મોરબી જિલ્લાની અલગ અલગ સિવિલ હોસ્પિટલ,ખાનગી હોસ્પિટલ,અર્બન હેલ્થ સેન્ટર, પીએચસી, સીએચસી મળી કુલ 74 સ્થળ પર 45થી વધુ વયના લોકોનું વેક્સિનેશન કરવામા આવી રહ્યું છે આ માટે 148 જેટલો સ્ટાફ ફાળવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો