ક્રાઇમ:મોરબીમાં સો ઓરડી વિસ્તારમાંથી દારૂ સાથે 1 ઝબ્બે

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

એલ.સી.બી. ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલવરિયા નગરના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ છૂપાવેલો હોય અને ગેરકાયદે વેચાણ થતું હોય છે. એલસીબી પીઆઇ વી.બી. જાડેજા અને સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી સંદીપભાઇ બેચરભાઇ ચાઉ નામની વ્યક્તિના ઘરમાં દરોડો પાડી પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલી જગ્યામાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ 198, કિ.રૂ. 91,080 ના મુદામાલ પકડી પાડ્યો હતો. પોલીસે સંદીપ બેચર ચાઉને ઝડપી લીધો હતો અને તેના વિરૂદ્ધ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...