આવેદન:જૂનાગઢ શહેરમાં યુવાન પર થયેલી ફરિયાદ પરત ખેંચો

માળીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દલિત સમાજ દ્વારા માળીયા હાટીનામાં આવેદન અપાયું

જૂનાગઢમાં દલિત સમાજના યુવા આગેવાન ઉપર થયેલ પોલીસ ફરિયાદને લઈ ને માળિયા હાટીના માં આવેદન અપાયું હતું. જૂનાગઢ ખાતે રહેતાદલિત સમાજના યુવા આગેવાન મિત સોંદરવા ઉપર જુનાગઢ સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં મારામારી અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.

અને નાણાંની લેતીદેતી ની કોઈ વાત મુદ્દે ફરિયાદ નોંધાઈ હોઈ જેથી દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યોં છે. ત્યારે જ માળિયા હાટીના તાલૂકા દલિત સમાજના યૂવાનો મહેશભાઈ કાથડ, ભરતભાઈ સોંદરવા, અજયભાઈ સોંદરવા, ધવલભાઈ સોંદરવા, રમેશભાઇ મકવાણા, અને તાલાલા માં હરીભાઇ સોંદરવા, દલિત સમાજના યુવાનો દ્રારા આવેદન આપી ફરિયાદ પરત ખેંચવાની માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...