મકાન ધરાશાયી:માળીયા હાટીનામાં રાત્રીના સમયે જ જર્જરિત મકાન ધરાશાયી થયું

માળીયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ,20 થી વધુ યુવાનો સ્થળ પર પહોંચ્યા,કાટમાળ દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો

માળીયા હાટીનામાં વર્ષોથી બંધ પડેલું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું સદનસીબે જાનહાની ટળી હતી.આ અંગેની મળતી વિગત મુજબ,માળીયા હાટીના માં ઘાંચી ચોક પાસે આવેલ અને વર્ષોથી બંધ હાલતમાં પડેલું મકાન શુક્રવારે રાત્રીના 11 વાગ્યાના અરસામાં ધરાશાયી થયું હતું અને મોટા અવાજના લીધે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.રાત્રીના સમયે બનાવ બનતાં જાનહાની ટળી હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ બનાવને લઈ સરપંચ જીતુભાઈ સીસોદીયા, મોમીન સમાજના 20 યુવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને રસ્તા પરથી કાટમાળ દૂર કરાવી રસ્તો ખુલ્લો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...