તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંજરે કેદ:માળિયાનાં લાંગોદ્રા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો

માળિયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા દીપડાને પકડવા વધુ એક પાંજરૂ ગોઠવ્યું

માળિયાનાં લાંગદ્રાની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો છે. જયારે બીજા દીપડાને પકડવા વધુ એક પાંજરું ગોઠવ્યું છે. લાંગોદ્રા ગામની સીમમાંથી વન વિભાગે દીપડાને પાંજરે કેદ કર્યો હતો.

લાંગોદ્રા ગામમાં છેલ્લા 3-4 દિવસથી દીપડાએ દેખા દેતા સરપંચે માળીયા વન વિભાગ ને જાણ કરી હતી,જેના પગલે આરએફઓ એ. કે. અમીન અને ટીમએ નદી પાસે પુલ પાસે પાંજરું મુક્યું હતું. રવિવારે વહેલી સવારે દીપડો પાંજરે પુરાઇ ગયો હતો. આ દીપડા ને સાસણના જંગલમાં છોડી મુક્યો હતો. તેમજ ગામમાં હજુ એક દીપડો હોય વન વિભાગે વધુ એક પાંજરું મુક્યું છે.

અન્ય સમાચારો પણ છે...