તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નવલખી પોર્ટ પાસે જવાનોને પીવાનું પાણી પણ મળતું નથી, આપણી સલામતી માટે ફરજપરસ્ત જવાનોની સલામતીનું શું?

માળીયા મીયાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવી ઠંડીમાં આપવામાં આવેલા તંબુ પણ ફાટેલા

મોરબીના નવલખી પોર્ટ પાસે ત્યાંથી પસાર થતા ટ્રક અને અન્ય વાહનોના ચેકિંગ માટે ખાસ ચોકી ઉભી કરવામાં આવી છે અને ત્યાં ફરજ બજાવતા જવાનોને પીવા માટે સારું અને પીવાલાયક પાણી પણ મળતું નથી અને જ્યાં રહીને આખો દિવસ અને રાત ફરજ બજાવવાની છે તે તંબુ પણ ફાટેલો અને જર્જરિત આપવામાં આવ્યો છે. આથી આ જવાનોને પ્રાથમિક સુવિધા આપવા માગણી ઉઠી છે. મોરબીના નવલખી પોર્ટ ખાતેથી આવતા જતા ટ્રકના ચેકીંગ કામગીરી માટે એસ.આર પી જવાનોને ડ્યુટી આપવામાં આવી છે.

પોર્ટની એકદમ નજીક હોવાના કારણે અહીં દિવસરાત કોલસો ઉડ્યા કરે છે. જો કે અહીં ફરજ બજાવતા જવાનોની હાલત પીવાના પાણીને લઈને છે. અહીં તેમને જે ટાંકીમાંથી પાણી મળે છે તે જર્જરીત હોવાની સાથે અત્યંત કેમિકલ યુક્ત છે.જેના કારણે આ પાણી પીવા લાયક પણ રહેતું નથી. આ ઉપરાંત જ્યાં તેમને દિવસ રાત રહેવાનું છે તે જગ્યામાં સુવિધાના નામે માત્ર એક ટેબલ અને બે ખુરશી જ છે.ટાઢ તડકાથી બચવા માત્ર ફાટેલો તંબુ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો