લેન્ડ ગ્રેબિંગ:જૂના ઘાટીલામાં જમીન પર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

માળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હળવદના વૃદ્ધની જમીનમાં કબજો કરનાર સામે કાર્યવાહી

માળિયાના જુના ઘાંટીલા ગામમાં માલિકીની જમીન પર અન્ય એક શખ્સે કબજો જમાવી તેના પર ગેરકાયદે ખેતી શરૂ કરી દીધી હતી. આ મામલે જમીનના મૂળ માલીકે કલેક્ટરને રજુઆત કરતા આ મામલે માળિયા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માળિયા પોલીસે આ શખ્સ સામે જમીન પચાવી પાડવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ માળિયાના જુના ઘાંટીલા ગામના વતની હળવદના પંચમુખી ઢોરો વિસ્તારમાં રહેતા મનહરદાન હરદાન દેવકા નામનો 69 વર્ષના વૃદ્ધની માલીકીની જુના ઘાંટીલા ગામની સીમમા આવેલી સરવે નં.નં.૪૩/૨ પૈકી ૦૨ વાળી જમીન હે-૦૦ આરે-૨૪ ચો.મી.-૨૮વાળી જમીન પર આરોપી બચુ નારાયણ જાકાસણીયાએ ગેરકાયદેસર રીતે કબજો કરી ખેતી કરી ઉત્પાદન મેળવી જમીન પચાવી પાડી અને જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો છે.

આ જમીન પચાવી પાડવા અંગે ફરિયાદીએ આરોપી બચુભાઇ નારાયણભાઇ જાકાસણીયા સામે ફરિયાદ નોંધવા અગાઉ મોરબી જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબીંગ એકટના નવા કાયદા મુજબ અરજી કરી હતી. આ લેન્ડ ગ્રેબીગ અંગે કરેલી અરજીની તપાસના અંતે જિલ્લા કલેકટર તરફથી એફ.આઇ.આર.દાખલ કરવા માટે હુકમ કરવામાં આવતા મંગળવારે આ મામલે લેન્ડ ગ્રેબીગ હેઠળ માળિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...