મોરબી:કુંતાસીમાં પુરવઠાનો દરોડો, સસ્તા અનાજની દુકાન સીઝ

માળિયા મીયાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આદેશની અમલવારી ન થતી હોવાની ફરિયાદથી કાર્યવાહી
  • 14,000થી વધુ રકમનો અનાજ જથ્થો સીઝ કર્યો હતો

કુંતાસી ગામે સસ્તા અનાજની દુકાન પર સરકારના નિયમાસાર ભાવપત્રક અને સરકાર ના નિયમ અનુસાર જાહેર સુચનાઓનુ અમલ ન થતુ હોય તેવી મામલતદાર ને ટેલીફોનીક રજૂઆત મળતા માળિયા મામલતદાર સહિતનો કાફલો કુંતાસી ગામે સસ્તા અનાજની દુકાન ધરાવતા લક્ષ્મણભાઈ લાલજીભાઇ ને ત્યા ઓંચિતી મુલાકાત લેતા ભાવ પત્રક અને સરકારના નિયમ અનુસારના લખાણ વાળી સુચનાઓ કે બોર્ડ ન મળતા માળિયા પુરવઠા અધિકારીએ  હાલ 14,000થી વધુ રકમનો અનાજ જથ્થો સીઝ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી આ તકે માળિયા મામલતદાર સી.બી નિનામા, નાયબ મામલતદાર પી.બી ત્રિવેદી તથા મહેશ વ્યાસ સહિતનાઓ સ્થળ પર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...