તપાસ:મોટી બરાર પાસે પેટ્રોલ પંપમાંથી શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો સીઝ

માળિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાયોડીઝલનો વેપલો થતો હોવાની ફરિયાદ હતી
  • 20,000 લિટર પ્રવાહી કબજે લઇ તપાસ માટે મોકલાયું

માળિયા મિયાણા જામનગર રોડ પર આવેલા પેટ્રોલપંપમાં ગેરકાયદે બાયોડિઝલ વેચાતું હોવાની ફરિયાદના આધારે મોરબી જિલ્લા પુરવઠા વિભાગે આ પેટ્રોલપંપમાં દરોડો પાડ્યો હતો અને પેટ્રોલપંપમાં પેટ્રોલિયમ પદાર્થ જેવા પરવાહીના જથ્થાને સિઝ કરી શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો બાયોડિઝલ કે અન્ય કોઈ કેમિકલ છે તે અંગે સઘન તપાસ હાથ ધરાઈ છે.

માળીયાના મોટી બરાર ગામ પાસે આવેલા એક પેટ્રોલપંપમાં ગેરકાયદે બાયોડિઝલ વેચાતું હોવાની કોઇએ ફરિયાદ કરતા મોરબી જિલ્લા પુરવઠા વિભાગે માળીયાના મામલતદાર ડી.સી. પરમારને સાથે રાખીને મોટી બરાર પાસેના પેટ્રોલપંપમાં રેઇડ કરી હતી.

જિલ્લા પુરવઠા વિભાગે આ પેટ્રોલપંપમાં વેચાતા ડીઝલ-પેટ્રોલ સહિતની તપાસ કરતા 20 હજાર લીટર જેવું બેનામી પ્રવાહી મળી આવ્યું હતું. જો કે પેટ્રોલપંપવાળા આ પ્રવાહી ડીઝલ હોવાનું અને બાયોડિઝલ ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ જિલ્લા પુરવઠા વિભાગની આ પ્રવાહી શંકાસ્પદ લાગતા કયું કેમિકલ છે તે જાણવા માટે 20 હજાર લીટર પ્રવાહીનો જથ્થો સિઝ કરીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...