તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:કારખાના અંદરથી પસાર થવાની ના કહેતા જામી પડી, વર્ષામેડીના બનાવમાં એકને ઇજા પહોંચી

માળીયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

માળીયા (મી.) તાલુકાના વર્ષામેડી ગામમાં આવેલા મહારાજા સોલ્ટ નામની ફેકટરીમાથી એક વ્યક્તિ પસાર થઈ હતી જેને ત્યાંથી નીકળવાની ના પાડતા શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને મારમારી કરી હતી. ઘટનામાં એકને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે માળીયા મી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવનીમળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડીમાં આવેલા મહારાજા સોલ્ટના કારખાનેદાર સુરેશચંદ્ર કૈલાશનારયણ પરસરામ પુરીયાની ફેકટરીમાંથી આરોપી દિનેશભાઇ નાથાભાઇ બોરીચાને પોતાના મહારાજા સોલ્ટ કારખાનામા નીકળ્યો હતો જેથી તેને નીકળવાની ના પાડી હતી. જે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ ગાળો બોલી ધોકા વડે ફરીયાદીને ડાબા હાથે કાંડા પાસે ફેકચર જેવી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...