તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:મોરબી-માળિયા હાઇવે પર ટ્રકની ઠોકરે બાઇકચાલકનું મોત

માળીયા મિયાણા7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી-માળીયા હાઇવે પર માતેલાસાંઢની માફક રોંગસાઈડમાં ધસી આવેલા ટ્રકે એક બાઇક સવાર વૃદ્ધને હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાં જ સુરજબારી ટોલ પ્લાઝાની 108 ઘટના સ્થળે ઘસી ગઈ હતી. જો કે અકસ્માતમાં બાઈકચાલક વૃદ્ધનું મોત નિપજ્યાનું જાણી માળીયા પોલીસ મથકને જાણ કરાઈ હતી અને મૃતકની ડેડબોડી સાઈડમાં ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ સ્થિત આરાધના સોસાયટીમાં રહેતા અને લેબર કોન્ટ્રાકટર 70 વર્ષીય હરિલાલ વલ્લભદાસ મીરાણી બાઇક નંબર GJ 03- FP- 7596 પર વિદરકા રોડ પરથી ચડતા જ સત્કાર હોટલ નજીક મોરબી તરફથી માળીયા જઈ રહેલા ટ્રક નંબર HR 56- A- 7477ના ચાલકે રોંગ સાઈડમાં પુર ઝડપે ટ્રક ચલાવતા બાઈકચાલક વૃદ્ધને ઠોકરે ચડાવ્યા હતા. સ્ટેરિંગ પરથી ગુમાયેલા ટ્રકની ઠોકરથી વૃદ્ધ ફંગોળાઈ જઈ રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવને પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો. કન્ટ્રોલ રૂમમાં જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે ઘસી ગઈ હતી અને મૃતકની ડેડબોડી તથા બાઇક સાઈડમાં ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ડેડબોડીને માળીયા હોસ્પિટલે પી.એમ.માટે ખસેડાઇ હતી. અકસ્માત સર્જીનાર ડ્રાઈવરની શોધખોળ માળીયા પોલીસે શરૂ કરી છે

અન્ય સમાચારો પણ છે...