સરપ્રાઈઝ ચેકિંગ:માળિયામાં સસ્તા અનાજની દુકાનમાં મામલતદારનું ચેકિંગ, કેરોસીન અને ઘઉં સહિતનો જથ્થો જપ્ત કર્યો

માળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સસ્તા અનાજની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયુ - Divya Bhaskar
સસ્તા અનાજની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયુ
  • એક પણ રેશનકાર્ડ ધારક પોતાના હિસ્સાના અનાજથી વંચિત ન રહે તે માટે સતત સરપ્રાઈઝ વિઝિટ

મોરબી જિલ્લામાં અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાં અવાર નવાર ગરીબ જનતાનો જથ્થો બારોબાર ઘર કરી જતો હોવાની અવાર નવાર ફરિયાદ ઉઠતી રહે છે. ત્યારે માળીયા મામલતદાર દ્વારા માળિયામાં વધુ એક દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને 27 દિવસના સમયગાળામાં જ માળીયા ગ્રાહક સેવા ભંડાર નામની સસ્તા અનાજની દુકાનમાં દરોડો પાડી ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ, તેલ અને કેરોસીનનો મોટો જથ્થો સિઝ કર્યો હતો અને દુકાનદાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

માળિયા તાલુકામાં સસ્તા અનાજની દુકાનદાર દ્વારા પૂરતું રાશન આપવામાં ન આવતું હોવાની ફરિયાદ ઉઠતી હોવાથી અગાઉ અલગ અલગ દુકાનમાં ચેકિંગ કરી રેશનિંગ જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી તો શનિવારના રોજ ફરીવાર માળીયા મામલતદાર ડી.સી.પરમાર દ્વારા ઝુંબેશરૂપી કામગીરી કરી એક પણ રેશનકાર્ડ ધારક પોતાના હિસ્સાના અનાજથી વંચિત ન રહે તે માટે સતત સરપ્રાઈઝ વિઝીટ કરી રહ્યા છે ત્યારે ગત તા.22 નબેમ્બરના રોજ માળીયા ગ્રાહક સેવા ભંડારમાં દરોડો પાડી 2.77 લાખનો જથ્થો સિઝ કર્યો હતો.

છતાં પણ આ વ્યાજબી ભાવના પરવાનેદાર સુધરવાને બદલે ગેરરીતિ ચાલુ રાખતા આજે ફરી દરોડો પાડી ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ, તેલ અને કેરોસીનનો મોટો જથ્થો સિઝ કરી માળિયા તાલુકાના તમામ કાળાબજારી કરતા તત્વોને સુધરી જવા કડક સંદેશ આપ્યો છે.

દરમિયાન આજે માળિયા માલમલતદાર ડી.સી.પરમાર અને જે.સી.પટેલ સહિતની ટીમે વ્યાપક લોક ફરિયાદને પગલે માળિયા ગ્રાહક સેવા ભંડારમાં તપાસણી શરૂ કરતા હિસાબી સાહિત્યથી વધુ જથ્થો મળી આવતા 455 કિલોગ્રામ ઘઉં, 2028 કીલોગ્રામ ચોખા, 138 લીટર તેલ, 877 કિલોગ્રામ તુવેરદાળ અને 228 લીટર કેરોસીનનો જથ્થો સીઝ કરી પરવાનેદાર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા રિપોર્ટ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...