હળવદ નજીક આવેલા ટીકર ગામમાં ઇન્દિરા આવાસમાં 150 મકાન આવેલા છે, જ્યાં પીવાનું પાણી ન મળતાં લોકોને પૈસા ખર્ચીને પાણી પીવું પડે છે, આ સ્થિતિ છેલ્લા ઘણા દિવસોથી હોઇ લોકો કંટાળ્યા હતા, આથી શનિવારે મહિલાઓ રજૂઆત કરવા ગ્રામ પંચાયત કચેરીએ ધસી ગઇ હતી અને અધિકારીઓના નામના છાજીયા લઇ, પાણી આપવા આક્રોશપૂર્ણ રજૂઆત કરી હતી.
ઉનાળામાં પીવાના પાણીનો કાળો કકળાટ હળવદ શહેર અને આસપાસના ગામોમાં પણ જોવા મળે છે ત્યારે હળવદ તાલુકાના રણકાંઠાના ટીકર ગામમાં 150 જેટલા ઈન્દિરા આવાસમાં રહેતા રહીશોને છેલ્લા દસ દિવસથી પીવાનું પાણી નહીં મળતા અહીંની મહિલાઓ વિફરી હતી અને ગ્રામ પંચાયત એ છાજીયા લીધા હતા પાણીની માંગ કરી હતી. સાથોસાથ જણાવ્યું હતું કે અમોને પાણી નહીં મળતા અમારે 20 રૂપિયા ખર્ચીને પાણીની બોટલ મંગાવવી પડી રહી છે જે અમને પોસાતું નથી.
હળવદ શહેરમાં અમુક વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતું હોવાની પણ હળવદ વાસીઓમાંથી બૂમરાણ ઉઠવા પામી છે, ત્યારે હળવદ તાલુકાના રણકાંઠાના ટીકર ગામમાં છેલ્લા દસ દિવસથી દોઢસો જેટલા ઈન્દિરા આવાસમાં રહેતા લોકોને પીવાનું પાણી ન મળતા ભારે હાલાકી ભોગવવી પડી હતી ગ્રામ પંચાયતના સરપંચને અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ ન થતાં આજે અહીંની મહિલાઓ વિફરી હતી અને ગ્રામ પંચાયત એ દોડીને હંગામો મચાવી દીધો હતો. જો કે હાજર સભ્યોએ આ મુદે પાણી મળશે તેવું આશ્વાસન આપતા મામલો શાંત પડ્યો હતો પરંતુ મહિલાઓએ એવી ચીમકી આપી હતી કે અમને ખાતરી નહીં, પાણી જોઇએ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.