ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 17 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે હળવદના ત્રણ રસ્તે બેનરો લગાવાતા જે બેનરોમાં સ્થાનિક ધારાસભ્યનું નામ કે ફોટાનો ઉલ્લેખ નથી થતા ભાજપનો દુઃખદ સામે આવ્યો હતો.
ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા 26 જેટલા જિલ્લાઓમાં વિવિધ જગ્યાએ જન આશીર્વાદ યાત્રા શરૂ કરી કોરોનામાં લોકોને સહભાગી બદલ ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા ફરવાની છે. આ બાબતે હળવદ તાલુકામાં અલગ અલગ જગ્યાએ ભાજપ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પરંતુ તેમાં હળવદ -ધાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયાનો ક્યાંય ફોટો જોવા ન મળતા લોકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ જણાવ્યું કે, હળવદમાં જે બેનરો લાગેલા છે તે બાબતથી અજાણ છુ. મને ખબર નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.