ધમકી:‘સ્ટ્રીટલાઇટ કેમ બંધ છે ?’ કહી સરપંચને મારી નાખવાની ધમકી

હળવદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદ તાલુકાના સાપકડા ગામનો બનાવ

હળવદ તાલુકાના સાપકડા ગ્રામ પંચાયતમાં આ જ ગામના વ્યક્તિએ દારૂના નશામાં આવીને સરપંચને ગામમાં સ્ટ્રીટલાઇટો કેમ બંધ છે? એક કલાકમાં ચાલુ કરાવો તેમ કહીને મારી નાખવા ધમકી આપીને બોલાચાલી કરી હતી આથી સરપંચે હળવદ પોલીસમાં ફરિયાદ કરી હતી અને આ શખ્સ સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ કરી હતી અને પોલીસે પણ આરોપી સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામ પંચાયતના સરપંચ નટુભાઈ ગોરધન ભાઈ કણઝરીયા ગ્રામ પંચાયતમાં બેઠા હતા ત્યારે આ જ ગામના નિકુલસિહ ખુમાનસિંહ ઝાલા દારૂ પીધેલી હાલતમાં આવીને જેમ તેમ બોલવા લાગ્યા હતા અને ગામમાં સ્ટ્રીટલાઇટો કેમ બંધ છે એક કલાકમાં ચાલુ કરાવો તેમ કહીને નટુભાઈ કણઝરીયા સાથે ગેરવર્તન કરી અને જેમતેમ બોલી અપમાન કરતા ત્યારે તેને સમજાવટ કરી પરંતુ આ નિકુલસિહ ખુમાનસિંહ ઝાલા ન સમજ્યા ન હતા અને સરપંચને ધમકી આપીને ચાલ્યા ગયા હતા. આથી સરપંચે હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી હતી અને તાત્કાલિક આવા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...