તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:હળવદના ઇગોરાળાની સીમની વાડીમાં આગ લાગતાં 40 વીધામાં ઘઉં બળી ગયા

હળવદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગુરુવારે ખેતરમાં લાગેલી આગને કારણે ધઉનો પાક બળી ગયો હતો. - Divya Bhaskar
ગુરુવારે ખેતરમાં લાગેલી આગને કારણે ધઉનો પાક બળી ગયો હતો.
 • ટ્રેક્ટર પણ આગની ઝપેટમાં આવ્યું : ખેડૂત આગ ઓલવવા જતાં દાઝયો
 • વિકરાળ સ્વરૂપે ફેલાયેલી આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા

હળવદ તાલુકાના ઈગોરાળા ગામની સીમમાં વાડીમાં એકાએક કોઈ કારણોસર આગ લાગતા 40 વીઘા ઉભા પાક ઘઉંને ઝપેટમાં આવતા ખાખ થઇ ગયા હતા. આગથી વાડીમાં પડેલા ટ્રેક્ટરને પણ નુકસાની થઈ હતી. જ્યારે ધુમાડા જોઇને આગ બુજાવવા આવેલા ખેડૂત પણ ઝપેટમાં આવી જતાં તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હળવદ તાલુકાના ઈગોરાળા ગામની સીમમાં પદુભાઝાલાની વાડી હળવદના કરસનભાઈ પીતામ્બરભાઈ દલવાડીએ વાવવા રાખી છે. ત્યારે વાડીમાં ઘઉં વાવેતર કર્યું હોઇ ઘઉં કાઢવાની તૈયારી ચાલતી હતી. આ દરમિયાના ગુરુવારે અચાનક વાડીના શેઢે આગ લાગી હતી. આ અંગે વાડીના મજૂરે કરસનભાઈને જાણ કરતાં દલવાડી તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

પરંતુ થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાડીમાં આવેલા 40 વીઘામાં ઉગાડેલા ઘઉં સહિત ટ્રેક્ટર ખાખ થઇ ગયું હતું. આસપાસના ખેતમજૂરોએ દોડી આવી આગ બુઝાવવા પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. કરશનભાઇ પીતામ્બરભાઈ દલવાડી આગને વિસ્તરતી જોઇ પાકને બચાવવા આગ બુઝાવવા જતા હતાં તે દરમિયાન દાઝી જતા તેને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો