આક્ષેપ:હળવદના રણમલપુરના વ્યક્તિની મતદાર યાદી છબરડાં મુદ્દે 25 નવેમ્બરે આત્મવિલોપનની ચીમકી

હળવદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈરાદાપૂર્વક છબરડો કરી અનુસૂચિત જાતિના લોકોને તક નહીં આપવાનો આક્ષેપ

રણમલપુર ગ્રામ પંચાયતનો વિવાદ ઘણાં લાંબા સમયથી ચાલતો હતો. અને બજેટ સહિત કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થતાં આખી બોડીને વિકાસ કમિશનરે બરતરફ કરી દીધી હતી. ત્યારે ફરી એકવાર રણમલપુરના અરજદારે મતદાર યાદીમાં સુધારો કરીને વોર્ડ વેરવિખેર કરી નાખતા ચૂંટણી અધિકારી ગાંધીનગરથી લઈને અનેક જગ્યાએ રજૂઆત કરી હતી. અને વોર્ડ એકથી દસમાં સુધારો નહીં કરવામાં આવતા આખરે અરજદારે 25 નવેમ્બરે મામલતદાર કચેરીમાં આત્મવિલોપન કરી દેહત્યાગ કરવાના નિર્ધાર કર્યો હતો. અને કલેકટર, મામલતદાર અને પોલીસને લેખિતમાં જાણ કરી હતી અને જેની સમગ્ર જવાબદારી ચૂંટણી અધિકારીની રહેશે તેવું જણાવ્યું હતું.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગ્રામ પંચાયત કચેરી ચૂંટણીમાં આ વર્ષે યોજાશે. તે પહેલા જ ચર્ચામાં છે. જેમાં અરજદાર પુનાભાઈ દેવાભાઈ રાઠોડે અનુસૂચિત જાતિના સરપંચ ચૂંટણી લડીને જીતી ના શકે તે માટે મતદાર વેરવિખેર કરી નાખ્યાં હોવાની અનેક રજૂઆત ઉચ્ચકક્ષાએ કરી હતી. અને એક વખત સુધારો પણ કરવામાં આવ્યો છે. જેમાં પુનાભાઈ દેવાભાઈના જણાવ્યા મુજબ વોર્ડ એકથી દસમાં તમામમાં સુધારો કરવાની અરજી કરવામાં આવી હતી. પરંતુ અધિકારી દ્વારા ફક્ત વોર્ડ એકમાં જ સુધારો કર્યો છે. અનુસૂચિત જાતિના મતદારો વેરવિખેર થઈ જતાં કોઈ ઉમેદવાર જીતી ન શકે તેવું ઈરાદાપૂર્વક કરી નખાયું છે. પૂનાભાઈએ જણાવ્યું હતું કે 1980 પછી માંડ માંડ 1 વખત અનુસૂચિત જાતિની બેઠક ફળવાઈ છે. અન્ય સમાજના લોકો નથી ઈચ્છતા કે અનુસૂચિત જાતિનો સરપંચ બને અને બને તો પણ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને બરતરફ થઈ જાય તેવો તખ્તો તૈયાર કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...