ભાસ્કર ન્યૂઝ| હળવદ:હળવદમાં ગુમાસ્તા ધારાનો ભંગ કરનારાઅોને દંડ કરાશે

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે દુકાન ખોલતાં વેપારીઓને તાકીદ
  • રૂ.100 થી 500 રૂપિયા સુધીનો દંડ ફટકારાશે

હળવદ પાલિકા હદમાં આવતાં વેપારીઓ ગુમાસ્તા ધારા ‌હેઠળ દર શનિવારે દુકાનો બંધ રાખવાની હોય છે. પરંતુ ઘણા સમયથી અમુક વેપારીઓ શનિવારે પણ દુકાન ચાલુ રહેતા પાલિકા તંત્રને ધ્યાને આવતા પાલિકા તંત્રે શહેરના વિવિધ બજારોમાં ઓટોરિક્ષા અને લાઉડ સ્પીકર વગાડીને વેપારીઓને તાકીદ કરી શનિવારે વેપારી ઓએ દુકાન બંધ રાખવાનો ‌આદેશ કર્યા હતા. જો વેપારીઓ દ્વારા દુકાન ચાલુ રાખવામાં આવશે તો દંડનીય કાર્યવાહીનું તંત્રે જણાવ્યુ હતુ.સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં અઠવાડીયાએ ગમે તે એક વારે દુકાન ધંધા બંધ રાખવાનો વેપારીઓ માટે ગુમાસ્તા ધારાનો નિયમ છે. પરંતુ આ નિયમનું પાલન નહી કરીને હળવદમાં ઘણા સમયથી વેપારીઓ નિયમોની ઐસીતૈસી કરીને દુકાન ધંધા ચાલુ રાખતા હતાં.

હળવદમાં ઘણા વર્ષોથી દર શનિવારે હળવદ શહેર બંધ રાખવામાં આવે છે. ત્યારે ચીફ ઓફિસરને અમુક વેપારીઓએ આ નિયમનું પાલન ન થતુ હોવાની રજૂઆતને કરી હતી. આથી આ રજુઆતને ધ્યાને લઇને પાલિકાના ચીફ ઓફિસરે હળવદ શહેરની વિવિધ બજારોમાં ઓટોરિક્ષાના માધ્યમથી લાઉડ સ્પીકર વગાડવાની સાથે વેપારીઓને અઠવાડિયે એક વખત દુકાન બંધ રાખવાની આદેશો કર્યા હતા. ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયાએ જણાવ્યું કે વેપારીઓ અઠવાડિયામાં એકવાર પોતાના દુકાન ધંધો બંધ રાખીને ગુમાસ્તા ધારાનો નિયમ ફરજિયાત છે. છતાં શનિવારે વેપારીઓ દુકાન ચાલુ રાખશે તો રૂ.100 થી 500 વસૂલાશે.

અન્ય સમાચારો પણ છે...