તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:કેદારિયા ગામે હાઈ-વે પરનો રોંગ સાઈડનો રસ્તો બંધ કરવા સામે ગ્રામજનોનો વિરોધ

હળવદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેદારીયા ગામે હાઈવે પરનો રોંગ સાઈડનો રસ્તો બંધ કરવાની કાર્યવાહી સામે લોકોનો રોષ. - Divya Bhaskar
કેદારીયા ગામે હાઈવે પરનો રોંગ સાઈડનો રસ્તો બંધ કરવાની કાર્યવાહી સામે લોકોનો રોષ.
  • લોકોનો રોષ જોતાં રસ્તો બંધ કર્યા વિના જ અધિકારીઓ પરત ફર્યા

હળવદ- માળીયા-કચ્છ હાઇવે નવો બનતા ત્યારબાદ કેદારીયા ગામ નીચે જતા રહેતા ગામ લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. ત્યારે કેદારીયા ગામ જે વાડી વિસ્તારમાં જવું હોય ત્યારે વચ્ચે અવર-જવર માટે રોડની જગ્યા રાખી હતી. પરંતુ આ રોડ પર વચ્ચેનો રસ્તો એલ.એન્ડ.ટી.ના અધિકારીઓ દ્વારા બંધ કરવાની કાર્યવાહી કરાતા ગામ લોકો રોષે ભરાઇને રસ્તો બંધ નહીં કરવા જણાવતા અધિકારીઓ પરત ફર્યા હતા.

અમદાવાદથી કચ્છ હાઈવે જવાનો રોડ હાઇવે રોડ નવો બનતા ઘણા બધા ગામો નીચે જતા રહ્યા હતા. ત્યારે હળવદ તાલુકાનું કેદારીયા ગામ ડુબમા જતુ રહ્યુ છે. પરિણામે ગામલોકોને રોડ વાડી વિસ્તારમાં જવું હોય ત્યારે ભારે હાલાકી ભોગવી પડતી હોય છે. ત્યારે કેદારીયા ગામથી રોડ વચ્ચે રસ્તો કરાતા ત્યાંથી ગામલોકોને હળવદ કે માળીયા જવા માટે સરળતા રહે તેમજ નાળા નીચે પણ વરસાદી પાણી ભરાયેલા છે. ત્યારે ગામલોકોને ગામથી વાડી વિસ્તારમાં તેમજ માળીયા હળવદ જવું હોય ત્યારે રોંગ સાઈડ જોવું પડતું હોય છે.

ત્યારે કેદારીયા ગામ પાસે વચ્ચેથી રોડ જવા રોડથી રસ્તો બનાવે પરંતુ એલ.એન્ડ .ટી અધિકારીઓ આ રસ્તો બંધ કરવાની કાર્યવાહી કરવા આવ્યા હતા. આથી રોષ સાથે ગામ લોકો દોડી આવ્યા હતા અને રસ્તો બંધ નહી કરવાનું જણાવતા અધિકારીઓ પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...