તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:મયુરનગર બ્રાહ્મણી નદીમાં બે જોડિયા ભાઇઓ લપસી પડતા એકનું મોત નિપજ્યું, એક ભાઈનો આબાદ બચાવ થતા રાહત

હળવદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હળવદના મયુરનગર ગામના બે સગા જોડીયા ભાઈઓ મયુરનગરથી તેના માતા પિતાને ટીફીન આપીને પરત આવતા હતા. ત્યારે‌ મયુરનગર બ્રાહ્મણી નદી ઓળંગતા દરમિયાન 20 વર્ષના યુવાનનો પગ લપસી જતા પાણીમાં ડુબી જતા યુવાનનુ ઘટના સ્થળે ‌ મોત નિપજ્યું હતું. જ્યારે સાથે રહેલો તેનો ભાઇ બચી ગયો ‌હતો.

હળવદની બ્રાહ્મણી નદી ઘણા સમયથી બિસ્માર અને જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા પથ્થરો મૂકીને સમારકામ કર્યુ હતુ. ત્યારે આ પથ્થરોમાં લીલ જામી જતા બે યુવાનો લપસતા એકનું મોતની ઘટના બની હતી. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામના બે સગા જોડીયા ભાઈ 20 વર્ષના રાજેશભાઈ છગનભાઈ મકવાણા અને તેના રાકેશભાઈ છગનભાઈ મકવાણા બંને ભાઈઓ પોતાના માતા-પિતાને મયુરનગર ગામની સીમમાં આવેલી બાબુભાઈ શીવાભાઈ વાડીએ ટીફીન આપીને પરત આવતા હતા. ત્યારે બ્રાહ્મણી નદીનો રસ્તો ઓળંગતા હતા.

નદીમાં પથ્થરમાં લીલ જામી જતા પથ્થર પર પગ લપસી ગયો હતો. આ 20 વર્ષનો યુવાન રાજેશભાઈ છગનભાઈ નદીમાં ઉડીં ખાડમાં ડુબવા લાગ્યા હતા. ત્યારે આજુબાજુના લોકોએ જાણ થતા ઘટના સ્થળે દોડી આવી રાજેશની લાશ પાણીમાંથી બહાર કાઢી હતી. અને બીજા ભાઈ રાકેશનો બચાવ થયો હતો. મૃતક રાજેશભાઈ મકવાણાની લાશ હળવદની સરકારી હોસ્પિટલે પીએમ માટે લઇ જવાઇ હતી. આ બનાવની જાણ થતા હળવદ નાયબ મામલતદાર પ્રિયંકાબેન ચાવડા, બીટ જમાદાર ગીરીશદાન ગઢવી સહિતના પોલીસકર્મીઓ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...