આરોગ્ય વિભાગ દોડતો થયો:હળવદના કવાડિયા-રાયસંગપુરમાં લમ્પી વાઇરસના બે કેસ દેખાયા

હળવદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલકોમાં ચિંતા

હળવદમાં થોડા દિવસ પહેલાં એક પશુમાં લમ્પી કેસ દેખાયો હતો. ત્યારબાદ લમ્પી વાયરસં ફરી માથું ઊંચક્યું હોય તેમ કવાડિયા અને રાયસંગપુર ગામે 1-1 કેસ દેખાતા તંત્રની ટીમ બંને ગામોમાં દોડીને 400 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ બંને ગૌવંશની તબિયત સુધારા ઉપર છે તેમ પશુપાલન વિભાગના ડોક્ટરે જણાવ્યું હતુ.

હળવદમાં પશુઓને લમ્પી વાયરસના કેસ દેખાતા પશુ વિભાગ દોડતું થયું હતું ત્યારે હળવદના કવાડિયામાં 1 અને રાયસંગપર-1 કેસ દેખાતા આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી. રાયસંગપુરમાં એક ગૌવંશ પર વાઈરસ લક્ષણો દેખાતા ડોક્ટરની ટીમ દ્વારા સારવાર આપીને ગામમાં 100 જેટલા રસીકરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત હળવદ તાલુકાના કવાડિયા ગામે પણ 1 પશુને લમ્પીનો શંકાસ્પદ દેખાતા 300 જેટલા પશુનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આમ બંને ગામમાં થઈને 400 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. પશુ ડોક્ટર વિશાલભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે કવાડિયા, નવા રાસંગપુર બંને ગામમાં શંકાસ્પદ લમ્પીનો કેસ દેખાતા અમારી ટીમ દ્વારા સારવાર આપીને બંને ગૌવંશની તબિયત હાલ સુધારા ઉપર છે. પશુમાં બીમારી થાય તો જાણ કરવી અને જાણ કરવાથી તુરંત જ સારવાર મળે તો લમ્પી વાઇરસ મટી જાય છે.

અન્ય સમાચારો પણ છે...