તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:બ્રાહ્મણી નદીમાં બે ભાઇ ખાબક્યા, એકનું મોત

હળવદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતાપિતાને ટિફિન આપવા ગયા હતા
  • પથ્થર પરની લીલના કારણે બંન્ને લપસ્યા

હળવદ તાલુકાના મયુર ગામના બે સગાભાઈઓ મયુરનગરથી તેના માતા પિતાને ટીફીન આપીને પરત આવતા હતા. ત્યારે‌ મયુરનગરની બ્રાહ્મણી નદી ઓળંગવા દરમિયાન 20 વર્ષના યુવાનનો પગ લપસી જતા પાણીમાં ડુબી જતા યુવાનનુ ઘટનાસ્થળે ‌મોત નિપજ્યું હતું જ્યારે સાથે રહેલો એક યુવાન બચી ગયો ‌હતો.

હળવદ તાલુકાના મયુરનગર ગામના 20 વર્ષના રાજેશભાઈ છગનભાઈ મકવાણા અને તેના ભાઈ બંને ભાઈઓ પોતાના માતા-પિતાને મયુરનગર ગામની સીમમાં આવેલ બાબુભાઈ શીવાભાઈ વાડીએ ટીફીન આપીને પરત આવતા હતા. તે દરમિયાન બ્રાહ્મણી નદીનો રસ્તો ઓળંગતા હતા તે દરમિયાન બ્રાહ્મણી નદી ઘણા સમયથી બિસ્માર અને જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર દ્વારા સમારકામ કરેલી આ નદીમાં પથ્થરમાં લીલ જામી જતા પથ્થર પર પગ લપસી ગયો હતો. આ 20 વર્ષનો યુવાન રાજેશભાઈ છગનભાઈ નદીમાં ઉંડી ખાડમા ડૂબવા લાગ્યા હતા. ત્યારે આજુબાજુના લોકોને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી યુવાનની લાશ પાણી માથી બહાર કાઢી હતી. ત્યારે અને બીજા ભાઈનો બચાવ થયો હતો. મૃતક રાજેશભાઈ મકવાણાની લાશ હળવદની સરકારી હોસ્પિટલે પીએમ માટે લઇ જવાઇ હતી. આ બનાવની જાણ થતા હળવદ નાયબ મામલતદાર પ્રિયંકાબેન ચાવડા, બીટ જમાદાર ગીરીશદાન ગઢવી સહિતના પોલીસકર્મીઓ સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા.જ્યારે ફરજ પરના ડોક્ટરે અશ્વિનભાઈ આદ્રોજાએ પીએમ બાદ યુવાનની લાશને ‌પરિવારજનો સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...