હળવદ બસ સ્ટેશનમાં ઘણા સમયથી વિવિધ પ્રશ્નોનોથી મુસાફરો પીડાઈ રહ્યા છે. ત્યારે બસ સ્ટેશનમાં મુસાફરોને પીવાના પાણીની પરબ છેલ્લા 10 દિવસથી બંધ રહેતા મુસાફરોને પીવાના પાણી માટે પૈસા ખર્ચીને પાણીની બોટલોનોનુ પાણી પીવું પડે છે. ત્યારે એસટી સત્તાવાળા ઝડપથી પાણીની પરબ ચાલુ કરાવે તેવી મુસાફરોની માગ ઉઠી છે.
હળવદ તાલુકાના પ્રજાને ઘણા સમયથી એસટી બસ રાત્રિના સમયે બસ સ્ટેશનમાં આવવાની બદલે હાઈવે ટુ હાઈવે જતી રહે છે. વિવિધ પ્રશ્નોને તાલુકાની પ્રજા પીડાઈ રહી છે. જેના કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે હળવદ બસ સ્ટેશનમાં 10 દિવસથી પીવાના પાણીનું પરબ બંધ રહેતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. એસટી બસ સ્ટેશનમાં પીવાના પાણી માટે 10થી 20 રૂપિયાની પાણીની બોટલ ખરીદવી પડે છે. આમ પીવાનું પાણી ન મળતા મુસાફરોમાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે.
આ અંગે મુસાફર ગોપાલભાઈ, વિજયભાઈ વગેરે જણાવ્યુ કેમ અમે હળવદથી દરરોજ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર અપડાઉન કરી છીએ. છેલ્લા 10 દિવસથી બસ સ્ટેશનમાં પીવાના પાણીની પરબ બંધના કારણે અમારે પૈસા ખર્ચીને પીવાનું પાણી પીવું પડે છે. ત્યારે એસટી તંત્ર દ્વારા બંધ પડેલી પાણીની પરબ ચાલુ કરાવે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.