પશુપાલકો ચિંતિત:હળવદ પાસેના સાપકડામાં વધુ ત્રણ આખલાનાં મોત

હળવદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 ઘેટાંના મોતની ઘટનાને 24 કલાક પણ નથી થયા ત્યાં વધુ 3 પશુના મૃત્યુ

હળવદ તાલુકાના સાપકડા ગામે 50 જેટલા ઘેટાનું મોત થયા નહીં હજુ સુધી સહાય સુકાઈ નથી ત્યારે શનિવારે રાત્રે રખડતા ભટકતા ત્રણ આખલાના મોત થતા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. બનાવની જાણ ગામના સરપંચને થતા ગામના સરપંચ તેમજ વન વિભાગના અધિકારીઓ, પશુ ડોક્ટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરતા આ આખલાંઓના મોત એરંડાના કાચા પાન ખાવાથી થયાનું અનુમાન સેવાઇ રહ્યું છે. હળવદ તાલુકાના સાપકડા ગામ3 આખલાના મોત થતા પશુપાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ ગામના સરપંચ નટુભાઈ કણઝરીયાને થતાં આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા સરપંચે ફોરેસ્ટ વિભાગના અધિકારી તેમજ પશુ ડોક્ટરની ટીમને જાણ કરતા પશુ ડોક્ટર, વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિગતે તપાસ હાથ ધરાઇ.

એરંડાના કાચા પાન ખાવાથી આખલાનાં મોત થયા હોય શકે અમારા પ્રાથમિક અંદાજ પ્રમાણે એરંડાના કાચા પાન ખાવાથી મોત થયું હોવાની આશંકા છે પરંતુ આખલાનું પી એમ કરીને એફએસએલમાં સેમ્પલ મોકલી આપેલ છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનુ સાચું કારણ બહાર આવી શકે. > ંડો આર.ડી. પટેલ, ઇન્ચાર્જ પશુ ડોક્ટર ,‌હળવદ

અન્ય સમાચારો પણ છે...