કાર્યવાહી:હળવદમાં દિવાળી પૂર્વે હવામાં બંદૂકના ભડાકા કરનાર ત્રણ શખ્સની ધરપકડ

હળવદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરા ચોકડીએ ગેરકાયદે હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
  • સિટિઝન પાર્ક બહાર ફટાકડાના સ્ટોલ રાખવા મુદ્દે થઇ હતી બબાલ

હળવદ શહેરમાં સરા ચોકડી નજીક સિનિયર સિટીઝન પાર્ક બહાર ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એક શખ્સ દ્વારા ગેરકાયદેસર પિસ્તોલથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ પોલીસ મથકના પીએસઆઈ ખુદ ફરિયાદી બન્યા હતા અને સાત આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંથી ફરાર શખ્સ જામનગરમાં હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી ત્રણ શખ્સોને ગુનામાં વપરાયેલ હથિયાર સાથે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી હતી.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ્ મોરબી જિલ્લાના હળવદ શહેરમાં દિવાળી પહેલા ફટાકડાનો સ્ટોલ રાખવા બાબતે બે રાઉન્ડ ફાયરિંગ કરી દિવાળીનો માહોલ બગાડનાર શખ્સને આખરે મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે.

જેમાં એએસઆઈ રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ કુગશીયા, દશરથસિંહ પરમારને ખાનગી રાહે બાતમી મળી હતી. કે હળવદની સરા ચોકડીએ બે રાઉન્ડ ફાયરિંગ કરનાર સહિત ત્રણ શખ્સ જામનગર જિલ્લાના જાંબુડા ગામે હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં રેઈડ કરતા પંકજ ચમનભાઈ ગોઠી, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ચમનભાઈ ગોઠી, મેહુલ ઉર્ફે મેરો ઉર્ફે મેરિયો પ્રેમજીભાઈ કણઝરીયા ત્રણેયને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી હળવદ પોલીસ હવાલે કર્યા હતા.

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે.જે. ચૌહાણ, પીએસઆઈ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલસીબી પેરોલ ફર્લો સ્કોડ, તેમજ ટેક્નિકલ ટીમ મોરબી દ્વારા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...