તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો વેડફાટ:હળવદ-ટીકર રોડ પર લાઈન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ

હળવદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં પાણીની લાઇનમાં નુકશાન થતા પાણીનો વેડફાટ - Divya Bhaskar
હળવદમાં પાણીની લાઇનમાં નુકશાન થતા પાણીનો વેડફાટ
  • ઉનાળામાં પીવાનાં પાણી માટે લોકો વલખા છે ત્યારે
  • ભારે વાહન પસાર થતાં લાઇન તૂટી ગઇ હતી જે તાત્કાલિક રીપેર કરી દેવાઇ હતી
  • પાલિકાના પાણી પૂરવઠા કર્મી

હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ટીકર રોડ ખાતે નગર પાલિકાની પાણીની લાઈન પર ભારેવાહન પસાર થતા પાણીની લાઈન તુટી ગઇ હતી. જેના કારણે હજારો લીટર પાણી લીકેજ થતાં પાણીની રેલમછેલ સર્જાઈ હતી. આ પાણી આજુબાજુના વિસ્તારોમા ફરીવળતા પાણીના મીની તલાવડા ભરાયા હતા. આથી રાહદારીઓ અને વેપારીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. પાણીનો પ્રવાહ ચાલુ રહેતા ટીકર રોડથી નગરપાલિકાની ગલીની પાછળની ગલી સુધી પાણી પહોંચી ગયુ હતું.

ત્યારે પાલિકા તંત્ર સત્વરે પાણીની બંધ કરાવે તેવી સ્થાનિક વેપારીઓની માંગ ઉઠવા પામી છે. લોકોને પીવાનું પાણી સમયસર મળતુ નથી ત્યારે ભરઉનાળે પાણીની રેલમછેલ થતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. આ અંગે હળવદ પાલિકા પાણી પુરવઠાના ઇન્ચાર્જ કર્મચારી મુકેશભાઈ યાજ્ઞિકે જણાવ્યું કે કોઈ અજાણ્યું ભારે વાહન લાઈન પરથી પસાર થતા પાઈપલાઈન તુટી જતાં પાણીની રેલમછેલ સર્જાઈ હતી. તાત્કાલિક અમોએ રીપેરીંગ કરીને પાણીનો પ્રવાહ બંધ કયો હતો.

અન્ય સમાચારો પણ છે...